રાજનીતિ

મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી : 21 ઑક્ટોબરે મતદાન, 24મીએ મતગણતરી

ચૂંટણી પંચે આજે મહારાષ્ટ્ર (Maharashtra Assembly Election 2019) અને હરિયાણા (Haryana Assembly Election 2019)ની તારીખોની જાહેરાત કરી છે. દેશના મુખ્ય ચૂંટણી કમિશનર (chief Elecion Commissioner of india) સુનિલ અરોડા એક પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે. તેમણે જણાવ્યું કે મહારાષ્ટ્ર અને હરિયાણામાં 21 ઑક્ટોબરે મતદાન થશે અને 24 ઑક્ટોબરે મતગણતરી હાથ ધરાશે.

મહારાષ્ટ્રમાં 8.94 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. મહારાષ્ટ્રમાં 1.8 લાખ અને હરિયાણામાં 1.3 લાખ EVMનો ઉપયોગ થશે. મહારાષ્ટ્રની 288 સભ્યો વાળી વિધાનસભાનો કાર્યકાળ 2 નવેમ્બરે અને હરિયાણાની 90 સભ્યો વાળી
વિધાનસભાનો કાર્યકાળ 9 નવેમ્બરે સમાપ્ત થશે.

ચૂંટણી પંચે ઐતિહાસિક નિર્ણય જાહેર કર્યો છે. મુખ્ય ચૂંટણી અધિકારી સુનિલ અરોડાએ જાહેરાત કરી છે કે દેશની આ પ્રથમ ચૂંટણી હશે જેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરી શકાય. આ ચૂંટણી પ્લાસ્ટિક મુક્ત ચૂંટણીઓ હશે.

આચાર સંહિતા લાગુ

મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે આજે બંને રાજ્યોની ચૂંટણી અને ગુજરાત-પંજાબની વિધાનસભાની પેટા-ચૂંટણીઓની જાહેરાત સાથે જ આદર્શ આચાર સંહિતનો અમલ શરૂ થઈ જશે

ખર્ચની મર્યાદા 28 લાખ, અધૂરી વિગત આપનારનું ફોર્મ રદ

સુનિલ અરોડાએ વધુમાં જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં પ્રત્યેક ઉમેદવાર 28 લાખ રૂપિયા ખર્ચ કરી શકશે. ચૂંટણીના ફોર્મમાં અધૂરી વિગતો આપનારા ઉમેદવારોનું ફોર્મ રદ થશે. ઉમેદવારોએ પોતાના ક્રિમિનલ રૅકર્ડની વિગતો આપવાની રહેશે.
27મી સપ્ટેમ્બરે ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે. આ ચૂંટણીમાં ઉમેદવારોના ફોર્મ ભરવાની અંતિમ તારીખ 4 ઑક્ટોબર રહેશે. લોકસભાની ચૂંટણીની જેમ વિધાનસભાની ચૂંટણીમાં પણ પાંચ VVPAT સાથે EVMના આંકડાને મેચ કરાશે.

Related posts

NS વિરાટ મામલે રાજીવ ગાંધીને લઈને આખી કોંગ્રેસ પડી મેદાને

Newsgujarati

માતાના આર્શીવાદ લઇ અમરેલી લોકસભા બેઠક પરથી પરેશ ધાનાણીએ નોંધાવી ઉમેદવારી, દેશ વર્તમાન સમયે અનેક સમસ્યાઓથી ત્રસ્ત છે:ધાનાણી

Newsgujarati

પરેશ ધાનાણીએ વિરોધપક્ષના નેતાના પદેથી આપ્યું રાજીનામું

Newsgujarati

ટિપ્પણી મૂકો