રમતો

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.નાં પ્રમુખપદે જયદેવ શાહ, ઉપપ્રમુખ પદે દિપક લાખાણી અને સેક્રેટરી પદે હિમાંશુ શાહની વરણી

રાજકોટ: સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનનાં નવા સભ્યો ચૂંટાયા છે. જેમાં પ્રમુખ તરીકે નિરંજનભાઈ શાહનાં પુત્ર જયદેવ શાહ, ઉપપ્રમુખ તરીકે દિપક લાખાણી અને સેક્રેટરી તરીકે હિમાંશુ શાહ સહિતનાં હોદ્દેદારોની વરણી થઈ છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના ઈલેકટ્રોલ ઓફીસર વરેશ સિંહાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. તેની સામે કોઈપણ ઉમેદવાર ઉભા રહેલ ન હોવાથી ચૂંટણી પ્રક્રિયામાં આ તમામ ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતાં.

ટ્રેઝરર તરીકે શ્યામ રાયચુરાની વરણી

ચૂંટણીનાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 26મીએ ચૂંટણી યોજાવાની હતી. પરંતુ જે ઉમેદવારોએ ફોર્મ ભરેલા તેની સામે કોઈ હરીફ ઉમેદવાર ન હોવાથી આ તમામને બીનહરીફ જાહેર કરવામાં આવ્યા હતાં. જેમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના પ્રમુખપદે પૂર્વ ક્રિકેટર જયદેવ શાહ, ઉપપ્રમુખ પદે દિપક લાખાણી, સેક્રેટરી તરીકે હિમાંશુ શાહ, જોઈન્ટ સેક્રેટરી કરણ શાહ અને ટ્રેઝરર તરીકે શ્યામ રાયચુરા તેમજ કાઉન્સીલના સભ્યો તરીકે નિલેશ દોશી, જયવીર શાહ, વિક્રાંત વોરા, અભિષેક તલાટીયા, રાજુ શાહ, અભિષેક કામદાર, હિરેન કોઠારી, ચન્ના મોરી, મિહીર શાહ, મહેશ કોટેચા અને હેમંત શાહ ચૂંટાઈ આવ્યા છે.

Related posts

સ્થાનિક પત્રકારો અને પબ્લીશરને વધુ સિદ્ધી અને સમૃદ્ધિ અપાવતું એકમાત્ર માધ્યમ : ન્યુઝ રીચ

Newsgujarati

વર્લ્ડ કપઃ રોહિત શર્માની શાનદાર અણનમ સદીથી ભારતે દક્ષિણ આફ્રિકા પર 6-વિકેટથી વિજય મેળવ્યો

Newsgujarati

મુંબઈ ઇન્ડિયન્સ 14 ઓવર 128/4, જીત માટે 36 બોલમાં 70 રનની જરૂર

Newsgujarati

ટિપ્પણી મૂકો