અપરાધ

ગાંધીનગરના સિરિયલ કિલરની ચોંકાવનારી કબૂલાત, જેણે મદદ કરી તેને જ ગોળી મારી લાશ ગટરમાં ફેંકી દીધી

ગાંધીનગર જિલ્લામાં ત્રણ હત્યા કરી ફફડાટ ફેલાવનાર સિરિયલ કિલર મદન ઉર્ફે મોનિશ માલીની તપાસમાં એક પછી એક ચોંકાવનારી વિગતો સામે આવતી જાય છે. પોલીસ પુછતાછમાં મોનિશે વધુ એક હત્યાની કબૂલાત કરી છે. મોનિશ પાસેથી લૂંટનો માલ સામાન ખરીદનાર વિશાલ પટેલને ગોળી મારી તેની લાશને ગટરમાં ફેંકી દેવાની મોનિશે પોલીસ સમક્ષ કબૂલાત કરી છે.

સિરિયલ કિલર મદન ઉર્ફે મોનીશની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મોનિશે વધુ એક હત્યાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી છે. લૂંટનો માલ સામાન ખરીદનાર વિશાલ પટેલ નામના સોનીની હત્યા કરી હોવાનું મોનિશે જણાવ્યું છે. મોનિશે વિશાલને કઠવાડા જીઆઇડીસી મળવા બોલાવી તેને ગોળી મારી હત્યા કરી દીધી હતી. હત્યા બાદ વિશાલના મૃતદેહને મોનિશે ગટરમાં નાખી દીધો હતો. એટલું જ નહીં, વિશાલની ઈકો ગાડીને દહેગામ રોડ ઉપર સળગાવી દીધી હતી.

મોનિશની કબૂલાત બાદ સીઆઈડી ક્રાઈમે સળગેલી ઈકો કાર કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, વિશાલના ગુમ થયા અંગે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પણ મોનિશે તેની હત્યાની કબૂલાત કરતાં આજે તેનો ભેદ ઉકેલાયો હતો. મોનિશે ગાંધીનગરના ઈન્ફોસિટીમાં એક અને અડાલજ વિસ્તારમાં બે લોકોને માથામાં ગોળી મારીને હત્યા કરી દીધી હતી. જે બાદ એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડે સિરિયલ કિલર મોનિશની ધરપકડ કરી હતી.

Related posts

ઉના સનખડા ગામે: ખેતરમાં ગાંજો ઉગાડનાર ખેડૂતની ધરપકડ, 16 છોડ જપ્ત

Newsgujarati

ધોરાજીના ટ્રક ડ્રાઇવરની પથ્થરના ઘા ઝીંકી હત્યા,1000 હજારની લૂંટ આરોપી રણછોડ બાંભણીયાની ધરપકડ

Newsgujarati

ગોંડલઃ રંગીનમીજાજી કારખાનેદારે મહિલા કર્મચારીને મીઠી મીઠી વાતો કરવી પડી ભારે, મોહપાશમાં ફસાવવા જુદા જુદા પેંતરા રચીને પ્રેમજાળમાં ફસાવવા પ્રયાસ કર્યો હતો

Newsgujarati

ટિપ્પણી મૂકો