ગુજરાત

રતનપરનાં પંચદેવી મંદિરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડની લૂંટ ચલાવી પાંચ લૂંટારૂઓ ફરાર

રાજકોટ:રતનપરનાં પંચદેવી આશ્રમમાં પાંચ બુકાનીધારીઓ ત્રાટકી મહંત દંપતીને માર મારી સોના-ચાંદીના દાગીના અને રોકડની લૂંટ ચલાવી હતી. મહંતને ઈજા પહોંચતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યારે કુવાડવા પોલીસે સમગ્ર મામલે ગુનો નોઁધી તપાસ હાથ ધરી છે.

પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી

પોલીસમાંથી મળતી વિગત અનુસાર રાજકોટની ભાગોળે રતનપર ગામે આવેલા માળી સમાજના પંચદેવી આશ્રમમાં મધરાત્રે દોઢેક વાગ્યાના અરસામાં પાંચ બુકાનીધારી શખ્સો ત્રાટક્યા હતા. આશ્રમમાં છેલ્લા બે વર્ષથી પૂજા-અર્ચના કરતા અને આશ્રમમાં રહેતા મહંત સુરેશદાસ હિંમતરાય નિમાવત (ઉ.વ.56) સુઇ ગયા હતાં. જ્યારે તેમના પત્ની મધુબેન સુરેશદાસ નિમાવત જાગતા હતા. તે સમયે પાંચ બુકાનીધારીઓએ આવી મધુબેન નિમાવતનું મોઢુ દબાવી માર માર્યો હતો અને મધુબેને પહેરેલ સોનાનાં બુટીયા, બે ચાંદીની માળા, સાંકળુ, મોબાઈલ અને રોકડ સહિતના મુદામાલની લૂંટ ચલાવી હતી. દરમિયાન મહંત સુરેશધામ નિમાવત જાગી જતા તેમને પણ લાકડી વડે માર માર્યો હતો.

Related posts

પાકવીમા મામલે બીજા દિવસે ખેડૂતોનું ઉપવાસ આંદોલન, બીરબલ ખીચડી બનાવી કર્યો વિરોધ

Newsgujarati

‘વાયુ’ કચ્છ તરફ પહોંચશે,વાવાઝોડાને પગલે રાજસ્થાન અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસદાની આગાહી

Newsgujarati

સુરત જ્ઞાનગંગા વિદ્યાલયની બાજુમાં આગ લાગી, 250 વિદ્યાર્થીઓને બચાવાયાં

Newsgujarati