ગુજરાત

રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ ૧૨૧ ટકાથી વધુ વરસાદ

• ૭૦ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા ભરાયા
• ૧૪ જળાશયો ૫૦ થી ૭૦ ટકા ભરાયા

રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ કુલ ૧૨૧.૬૩ ટકા વરસાદ થયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૧૮૮૫ મી.મી. એટલે કે સરેરાશ ૧૩૨.૯૯ ટકા, કચ્છ રીજિયનમાં ૫૭૦ મી.મી. એટલે કે સરેરાશ ૧૪૨.૧૮ ટકા, ઉત્તર ગુજરાતમાં ૬૬૬ મી.મી. એટલે કે સરેરાશ ૯૩.૮૬ ટકા તેમજ મધ્ય ગુજરાતમાં ૯૧૭ મી.મી. એટલે કે સરેરાશ ૧૧૨.૮૪ ટકા વરસાદ વરસ્યો છે. આમ રાજ્યમાં સરેરાશ કુલ ૯૯૨.૫૧ મી.મી. વરસાદ થયો છે તેમ, રાજ્ય ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના અહેવાલમાં જણાવાયું છે.

સરદાર સરોવરમાં કુલ સંગ્રહશક્તિના ૯૯.૭૬ ટકા પાણી

રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ વરસાદ ૧૨૧.૬૩ ટકા વરસ્યો છે. પરિણામે રાજ્યના ૨૦૪ જળાશયોમાંથી ૮૭ જળાશયો છલકાયા છે. તા. ૧૬ સપ્ટેમ્બર-૨૦૧૯ સવારે ૮.૦૦ કલાકની સ્થિતિએ ૭૦ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા તેમજ ૧૪ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૧૪ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવરમાં હાલમાં ૩,૩૩,૨૮૩.૯૦ એમસીએફટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહશક્તિના ૯૯.૭૬ ટકા છે તેમ, રાજ્યના જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલોમાં જણાવાયું છે.

રાજ્યમાં ઋતુનો સરેરાશ ૧૨૧.૬૩ ટકા વરસાદ : ૮૭ જળાશયો છલકાયા

સરદાર સરોવર જળાશયમાં ૫,૭૯,૮૪૭ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે જ્યારે ૪,૬૮,૯૭૨ ક્યુસેક પાણીની જાવક છે. વણાકબોરી જળાશયમાં ૧,૮૫,૮૩૧ ક્યુસેક પાણીની આવક છે જ્યારે ૧,૮૫,૮૩૧ ક્યુસેક પાણીની જાવક છે. કડાણા જળાશયમાં ૧,૫૫,૭૦૦ ક્યુસેક પાણીની આવક છે જ્યારે ૧,૩૧,૬૧૨ ક્યુસેક પાણીની જાવક છે. ઉકાઇ જળાશયમાં ૯૨,૬૧૭ ક્યુસેક પાણીની આવક છે જ્યારે ૨૧,૫૭૨ ક્યુસેક પાણીની જાવક છે અને દમણગંગા જળાશયમાં ૧૩,૩૪૯ ક્યુસેક પાણીની આવક છે જ્યારે ૬,૨૦૧ ક્યુસેક પાણીની જાવક છે.

ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૫૬.૮૭ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૬.૫૦ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૮૯.૯૫ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૭૫.૯૪ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૮૪.૩૪ એમ રાજયમાં કુલ-૨૦૪ જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૮૫.૬૯ ટકા એટલે ૪,૭૭,૦૬૧.૫ એમસીએફટી પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે તેમ, યાદીમાં વધુમાં જણાવાયું છે.

Related posts

દલિતો વિરૂદ્ધ થતાં અત્યાચાર મામલે BJP બોલવા લાયક નથી: મેવાણી

Newsgujarati

10 જિલ્લાઓના લોકોને નમ્ર વિનંતી કરું છું કે એક રાત માટે સહકાર આપો,મુખ્યમંત્રી વિજય રૂપાણી

Newsgujarati

મોઘરાજાની બરાબર 28 અને 29 જુલાઈના સમગ્ર ગુજરાતમા ભારેથી અતિભારે વરસાદ

Newsgujarati

ટિપ્પણી મૂકો