ગુજરાત

અમદાવાદ, સુરત અને રાજકોટની મળીને જે ચાર પ્રીલીમીનરી TP ને,કુલ ૮૨ યોજનાઓ મંજૂર

૬ ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજુર કરતા મુખ્યમંત્રીશ્રી
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નગરોના સુગ્રથિત વિકાસની પ્રતિબદ્ધતા સાથે વર્ષ ૨૦૧૯ના ૦૯ જ માસમાં ૭૨ TP અને ૧૦ DP યોજનાઓ મળી કુલ ૮૨ યોજનાઓ મંજૂર કરી છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ ૨૦૧૮ના વર્ષમાં નગર રચના યોજનાઓ મંજૂર કરવાનો શતક રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર પૂર્ણ કર્યા બાદ હવે, ૨૦૧૯ માં પણ આવી મંજૂરીની સદી તરફ વિકાસકૂચ જારી રાખી છે. તેમણે TP DP માં ઝિરો પેન્ડન્સીનો લક્ષ્ય રાખવાની વિભાગને સૂચનાઓ આપી છે. મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદની ૦૧ ડ્રાફ્ટ તથા ૧ પ્રીલીમીનરી તેમજ સુરતની ૦૨ પ્રીલીમીનરી અને રાજકોટની ૦૧ વેરીડ પ્રીલીમીનરી તથા વડોદરાની ૦૧ ફાયનલ વેરીડ TP મળીને કુલ ૦૬ ટાઉન પ્લાનીંગ સ્કીમને એક જ દિવસમાં મંજૂરી આપી છે. તેમણે અમદાવાદની ડ્રાફ્ટ TP સ્કીમ ૪૪૦ (ચેખલા-ગોધાવી-ગરોડીયા-વાંસજડા-ઢેડીયા-ઉનાલી)ને મંજૂરી આપી છે.
૨૦૧૯ના વર્ષના નવ માસમાં ૮૨ યોજનાઓ મંજૂર ૭૨ TP અને ૧૦ DP
મુખ્યમંત્રીશ્રીએ શહેરોના અદ્યતન અને સુવિધાયુક્ત વિકાસને વેગ આપવા જે અમદાવાદની ડ્રાફ્ટ TP મંજૂર કરી છે, તેના પરીણામે અમદાવાદ મહાનગરમાં વધુ ૩૩૦ હેકટર્સ ઉપરાંતની જમીનનો સુઆયોજીત વિકાસ થશે અને રૂ. ૩૫૦ કરોડના અંદાજીત કામોને તેમજ એફોર્ડેબલ હાઉસીંગના નિર્માણને આ શહેરના બાહ્ય વિસ્તારની TP મંજૂર થતાં વેગ મળવાનો છે.

આ ડ્રાફ્ટ યોજના મંજૂર થવાથી ૯૭,૪૭૧ ચો.મી.ની આર્થિક અને સામાજીક રીતે નબળા વર્ગના રહેઠાણ માટે, ૯૫,૯૬૧ ચો.મી. જમીન જાહેર સુવિધા માટે, ૧૦૭૧૧૬ ચો.મી. પ્લેગ્રાઉન્ડ/બગીચા માટે અને ૪૦૦૦ ચો.મી. સ્કુલના હેતુ માટે તેમજ ૬,૭૩,૪૫૯ ચો.મી. જમીન રસ્તા માટે પ્રાપ્ત થશે. પરિણામે હવે અમદાવાદની દુરના ગામો પણ સુઆયોજીત વિકાસનો લાભ મેળવી શકશે.

મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ, સુરત અને રાજકોટની મળીને જે ચાર પ્રીલીમીનરી TP ને મંજૂરી આપી છે તેના પરીણામે આ શહેરોમાં અંદાજે ૩૨૫ હેકટર્સ ઉપરાંતની જમીન પર સુવિધાયુક્ત વિકાસ થશે.

અમદાવાદની TP સ્કીમ નં. ૮૨ (લાંભા-લક્ષ્મીપુરા-૨), સુરતની TP નં. ૩૦ (વણખલા-ઓખા-વિહોલ) અને TP સ્કીમ નં. ૪૩ (જહાંગીરાબાદ) તેમજ રાજકોટની TP સ્કીમ નં. ૬ (પ્રથમ વેરીડ)નો સમાવેશ થાય છે. જ્યારે વડોદરાની એક ફાયનલ વેરીડ TP નં. ૨ (સેવાસી) પણ મંજૂર કરવામાં આવી છે. સુરતની બે પ્રારંભીક TP સ્કીમ મંજૂર થવાથી સુરત શહેરને આશરે ૧,૯૯,૫૮૭ ચો.મી. જમીન વેચાણના હેતુ માટે ૧,૧૯,૮૬૨ ચો.મી. જમીન SEWSH માટે, ૧,૫૬,૮૬૭ ચો.મી. જમીન જાહેર સુવિધા માટે અને ૫૨,૭૧૪ ચો.મી. જમીન બાગ બગીચા, ખુલ્લી જગ્યા માટે સંપ્રાપ્ત થશે.
૨૦૧૮માં ૧૦૦ નગર રચના યોજનાઓ મંજૂર કરવાની શ્રી વિજયભાઇ રૂપાણીની ઐતિહાસિક અભિનવ પહેલ
આજ રીતે અમદાવાદ શહેરમાં લાંભા-લક્ષ્મીપુરા વિસ્તારમાં ૩૨,૩૭૪ ચો.મી. જાહેર હેતુ માટે તથા ૪૮,૫૪૭ ચો.મી. જાહેર હેતુ માટે તથા ૪૮,૫૪૭ ચો.મી. જમીન બાગબગીચા તેમજ વેચાણના હેતુ માટે ૭૦,૫૪૭ ચો.મી. અને SEWSH માટે ૪૦,૨૬૪ ચો.મી. જમીન સંપ્રાપ્ત થશે. સત્તામંડળને સંપ્રાપ્ત થતી જમીનોથી આંતરમાળખાકીય સવલતો વધશે તો ખાનગી જમીન માલિકોનો વિકાસ કરવામાં વેગ મળશે. શ્રી વિજયભાઇ રૂપાણીએ પારદર્શીતા અને નિર્ણયકતાના અભિગમ સાથે નવી અથવા વર્ષો જુની એમ કોઇ પણ TP સ્કીમને ત્વરીત નિર્ણય તેમજ પોઝીટીવ એપ્રોચ સાથે મંજૂરી આપવાની અભિનવ પહેલ કરી છે.

કોઇ કિસ્સામાં વિસંગતતા જણાય તો તે અંગે જરૂરી સુધારા કરીને પણ નાગરીકોને વિના વિલંબે વિકાસના લાભ આપવા TP, ડીપી સ્કીમની ત્વરાએ મંજૂરીઓ હવે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. મુખ્યમંત્રીશ્રીએ જે ઝડપે ડ્રાફ્ટ સ્કીમને મંજૂરી અપાય છે તે જ ગતિએ આ ડ્રાફ્ટ TP માં વિશેષ કરીને રસ્તા અને ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલીટીઝનું અમલીકરણ થાય તેવી સૂચનાઓ પણ આપી છે.

Related posts

મોલમલ્ટિપ્લેક્સ દ્વારા પાર્કિંગ ચાર્જ મુદ્દે હાઈકોર્ટેનો ચૂકાદો, ભાવ નક્કી કર્યાં

Pagdandi Admin

બાપુનગર પાસેના હીરાવાડીમાં બંધ પડેલી કારમાં 5 વર્ષનું બાળક ગૂંગળાતું રહ્યું અને મોત નિપજ્યું

Newsgujarati

ચમકી તાવમાં બાળકોનાં મૃત્યુ બાદ રાજકોટમાં લીચીનું સઘન ચેકીંગ:VIDEO

Newsgujarati

ટિપ્પણી મૂકો