ભારત

વડાપ્રધાન મોદી તેમના જન્મદિને 17મી સપ્ટેમ્બરે નર્મદા ડેમની મુલાકાત લેશે

17મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદીનો 69મો જન્મદિન છે. પોતાના જન્મદિનના અવસરે વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાતે આવશે. ગુજરાતની મુલાકાતે આવનારા વડાપ્રધાન પાણીથી છલોછલ સરદાર સરોવરની મુલાકાત લેશે. વડાપ્રધાન મોદી તેમના જન્મદિને માતા હીરાબાના આશિર્વાદ લેવા જાય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડાપ્રધાન મોદીના જન્મદિને સરદાર સરોવર સંપૂર્ણપણે ભરાય જાય તેવી શક્યતા છે. હાલમાં સરદાર સરોવરની સપાટી 137.58 મીટર છે. પીએમની મુલાકાત નીમિતે ડેમ સંપૂર્ણપણે ભરાઈ જશે.


ઉલ્લેનીય છે કે વર્ષ 2017માં વડાપ્રધાન મોદીએ સરદાર સરોવર પર મૂકાયેલા દરવાજાનું લોકાર્પણ કરી આ ડેમ દેશને સમર્પિત કર્યો હતો.ડેમ પર દરવાજા મૂકાયા બાદ ગત વર્ષે ચોમાસું નબળું રહ્યુ હોવાના કારણે ડેમમાં પાણીની આવક ઓછી થઈ હતી. જોકે, આ વર્ષે મધ્ય પ્રદેશમાં પડેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવર સંપૂર્ણપણે ભરાયો છે.

હાલમાં સરદાર સરોવરમાંથી નર્મદા નદીમાં 1 લાખ 28 હજાર 573 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જ્યારે સરદાર સરોવરમાં 5401.50 એમ.સી.એમ પાણીનો લાઇવ સ્ટોક છે.

Related posts

વિશ્વનું સૌથી ખતરનાક હેલિકોપ્ટર ‘અપાચે’ ભારતને મળ્યું

Newsgujarati

જમ્મુ કાશ્મીર રાજૌરીમાં પાકિસ્તાને સંઘર્ષ વિરામ તોડ્યો, એક જવાન શહીદ, સોપોરમાં ગ્રેનેડ હુમલામાં 3 પોલીસકર્મી ઘાયલ

Newsgujarati

રાહુલ ગાંધીએ અમેઠીથી ઉમેદવારી ફોર્મ ભર્યું, મેગા રોડ-શોમાં બહેન-બનેવી અને ભાણેજ હાજર

Newsgujarati