શહેર

રાજકોટ જિલ્લા પંચાયતમાં થી કાેંગ્રેસનું શાસન તોડવા મુદ્દે ચર્ચા કરી: કેબિનેટ મંત્રી બાવળીયા રાજકોટ આવ્યા

આગામી તારીખ 12 ના રોજ રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળવાની છે ત્યારે પ્રમુખ ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવશે તેવી વાતો નવેસરથી શરુ થઈ છે અને રાજકોટ જિલ્લા પંચાયતમાં થી કાેંગ્રેસનું શાસન તોડવા માટેની કવાયતો શરુ થયાની વાતો ચર્ચાઈ રહી છે.

ખેતીલાયક જમીનને બિનખેતીમાં તબદિલ કરવા માટે ની સત્તા જ્યારે જિલ્લા પંચાયત હસ્તક હતી ત્યારે લાખો રુપિયાની આવક થતી હતી અને તેના કારણે સભ્યોને તોડવાનું પ્રમાણમાં આસાન હતું પરંતુ છેલ્લા એકાદ વર્ષથી બિનખેતીના પાવર કલેકટર ને સોપાતા હવે આવક ના નામે ખાસ કશું રહ્યું નથી અને તેના કારણે જો સામેની છાવણીમાંથી સભ્યોને તોડવા હોય તો સભ્ય દીઠ રુપિયા 15 થી 20 લાખ નું રોકાણ કોણ કરે કેવા સવાલો પૂછાઈ રહ્યા છે.

બિનખેતીની સતા જિલ્લા પંચાયત પાસેથી લઈને કલેક્ટરને સાેંપવામાં આવી ત્યારથી આ મુદ્દાે ચર્ચાના સ્થાને રહ્યાે છે કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા ની ખાસ ઉપસ્થિતિમાં ગઈકાલે સકિર્ટહાઉસ ખાતે એક બેઠક મળી હતી અને તેમાં જિલ્લા પંચાયતના 16 જેટલા સભ્યો હાજર રહ્યા હતા. રાજકોટ જિલ્લા પંચાયતમાં 36 માંથી બંન્ને જૂથ પાસે 18 ,-18સભ્યોનું સંખ્યાબળ છે અને તેના કારણે વધારાના છ સભ્યો તોડવાની મથામણ દેખાય છે તેટલી આશાનો નથી જ એવું રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે. અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરતા પહેલા જે સમયગાળો આપવો જોઈએ તેટલો સમય હવે છે નહી અને જો અગાઉથી આવી દરખાસ્ત રજૂ કરી હોય તોપણ સભ્ય પૂરતી સંખ્યામાં થાય તેવું હાલ તુરત જણાતું નથી.

જિલ્લા પંચાયતના એક સભ્ય એ પોતાનું નામ નહી આપવાની સાથે જણાવ્યું હતું કે ગઈકાલે કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા રાજકોટ આવ્યા હતા ત્યારે તેમના જૂથના સભ્યો તેમને મળ્યા હતા અને ડીડીઆે અમારા કામ કરતા નથી તે મુદ્દે ચર્ચા કરી હતી સાથોસાથ જિલ્લા પંચાયતમાં આગામી દિવસોમાં બે સમિતિના ચેરમેનની અને સભ્યોની થનારી નિમણૂક બાબતે ચર્ચા થઈ હતી .આગામી તારીખ 12 ની સામાન્ય સભામાં સમિતિઆેની રચના નો મુદ્દાે હાથ પર લેવાનો નથી અને તે માટે અલગથી ખાસ સામાન્ય સભા બોલાવવામાં આવશે.

Related posts

RMC દ્વારા વોર્ડ નં. ૦૯ માં ગેરકાયદેસર ૧૫ નળ કનેકશન અને ડાયરેકટ પમ્પીંગ કપાત કરવામાં આવ્યા

Newsgujarati

ફાયર સેફટી સાધનો વસાવવા ટયુશન સંચાલકોની તૈયારીઃ ૧ મહિનો મુદ્દત

Newsgujarati

રાત્રીના સમયે એકલ-દોકલ વાહન ચાલકને છરી બતાવી લૂંટી લેતી ત્રિપૂટી ઝડપાય-Video

Newsgujarati