ગુજરાત

જોકરના સોસ, સ્વાદમના લાડુ, ગીરીરાજ અને ગુરૂકૃપાની,મીઠી ચટણી પપૈયાનો સોસ,ખાદ્ય ચીજોના નમૂના નાપાસ

રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનની આરોગ્ય અને ફૂડ શાખાએ તાજેતરમાં લીધેલા લાડુ, ચટણી અને સોસના નમૂનામાં મોટા પ્રમાણમાં જોખમી અને પ્રતિબંધીત કલરની ભેળસેળ બહાર આવી છે. લોકોને બીમાર પાડી દે તેવી આ સામગ્રીના સેમ્પલ ફેઈલ જતા કાયદેસર કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરાઈ છે.

આ રીપોર્ટ અંગે માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડે જણાવ્યુ હતું કે 150 ફૂટ રોડ ઉપર બીગ બાઝાર ચોકમાં આવેલા સ્વાદમ મારવાડી રેસ્ટોરન્ટમાંથી રબડી લાડુ (લુઝ)નો નમૂનો લેવામાં આવ્યો હતો. લેબોરેટરીમાં કરાયેલા પરીક્ષણમાં તેમાં કલરનું પ્રમાણ ધારા ધોરણો કરતા વધુ બહાર આવ્યું છે.

તમામ નમૂના ફેઈલ: ફૂડ પોઈઝન કરી નાખે એવો રીપોર્ટ આવ્યો..

કાલાવડ રોડ પર પરીમલ સ્કુલ સામે આવેલ શ્રી ગુરૂકૃપા ભેળ હાઉસ અને ગોંડલ રોડ પર પેનોરમા બિલ્ડીંગમાં આવેલા ગીરીરાજ ઘુઘરા સેન્ટરમાંથી મીઠી ચટણીના બે નમૂના લેવામાં આવ્યા હતા. આ બન્ને ચટણીમાં પણ પ્રતિબંધીત કલરની હાજરી જોવા મળી છે. ત્યારે જવાહર રોડ પર ગેલેકસી નજીક આવેલા જોકર ગાંઠીયામાંથી લેવાયેલા નૈયાના લુઝ સોસમાં પણ પ્રતિબંધીત કલરની હાજરીનો રીપોર્ટ આવ્યો છે.

આ રીતે તમામ નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે. વડોદરા લેબોરેટરીના રીપોર્ટ પરથી આ સામગ્રી આરોગ્યને નુકશાનકારક સાબીત થતા વેપારીઓ સામે ફૂડ સેફટી એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તેવું વિભાગે જાહેર કર્યુ છે.

Related posts

પોરબંદરમાં દરિયાકિનારે આવેલાં 50 વર્ષ જુનું મંદિરની દિવાલ ઘરાશયી,

Newsgujarati

આજ રાજકોટથી દરિયાઇ વિસ્તાર તરફ પોરબંદર, જામનગર, ભાવનગર, કચ્છ તરફની બસો શરૂ

Newsgujarati

ભાજપના પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડીયાનું 61ની વયે નિધન,આવતીકાલે અંતિમ દર્શન અને અંતિમયાત્રા

Newsgujarati

ટિપ્પણી મૂકો