ગુજરાત

ટ્રાફીકના આકરા કાયદાનો ઉદેશ અકસ્માતો રોકવાનો:વિજય રૂપાણી

ગાંધીનગરકેન્દ્ર સરકારે લાગુ કરેલા ટ્રાફીકભંગના આકરા કાયદાનો અમલ કરવાના મુદે આજે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને બેઠક થવાની છે તે પુર્વે વિજયભાઈ રૂપાણીએ એવો સંકેત આપ્યો હતો કે નવા કાયદાનો અમલ કરવામાં ટ્રાફીક નિયમોનું અસરકારક પાલન થાય અને લોકોમાં દેકારો બોલી જાય તેટલી હદે દંડનું ભારણ ન આવે તેની કાળજી રાખશે. સાથોસાથ આ કાયદા થકી અકસ્માતોનું પ્રમાણ રોકવાનો પણ સરકારનો ઉદેશ છે.

ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર ખાતે એગ્રીએશિયા કાર્યક્રમના ઉદઘાટનમાં હાજરી વખતે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ પક્ષકાર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ટ્રાફીકના નવા કાયદાને લાગુ કરતા પુર્વે તમામ પાસાઓની વિસ્તૃત વિચારણા-અભ્યાસ કરવામાં આવશે. આ કાયદા વિશે લોકોના ફીડબેક મેળવવા માટે જ અમલ મોડો કરવામાં આવ્યો છે.

તેઓએ સ્પષ્ટ કર્યુ કે ટ્રાફીકનો કાયદો કડક રાખવામાં આવો જ તે પાછળના મુખ્ય ઉદેશ અકસ્માત ઘટાડવાનો છે. આ ઉદેશમાં કોઈ બાંધછોડ કરવાનો પ્રશ્ર્ન નથી. ટ્રાફીક દંડમાં લોકો પર મોટુ ભારણ ન પડે તેનતી પણ કાળજી લેવામાં આવશે. અકસ્માત નિવારણ માટે કડક વ્યવસ્થા કરવાનું સ્પષ્ટ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે અમલી બનાવેલા આકરા ટ્રાફીક કાયદાને ગુજરાતમાં લાગુ કરવાના મામલે સાંજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક થવાની છે. આરટીઓ સહીતના વિભાગોના અધિકારીઓ હાજર રહેવાનાછે તેમાં આખરી નિર્ણય થશે તે પુર્વે મુખ્યમંત્રીએ ઉપરોક્ત સંકેત આપ્યો હતો.

Related posts

શાળાનો માલિક નીકળ્યો વાસનાનો ભૂખ્યો,જેતપુરની શાળામાં ધોરણ 10ની વિદ્યાર્થીનીની છેડતી મામલે થયો હંગામો

Newsgujarati

સર્જન ફાઉન્ડેશન સંસ્થાના બીજા વર્ષમાં પ્રવેશ નિમીતે નરેન્દ્રબાપુ ની ઉપસ્થિ માં પંચામૃત કાર્યક્રમ યોજાયો

Newsgujarati

રત્નાકાર એવોર્ડ વાપસીની શરૂઆત,”સ્વામીના નિવેદનથી ખૂબ ખોટું લાગ્યું, જો દારૂડિયા હતા તો અમારું સન્માન કેમ કર્યું?

Newsgujarati

ટિપ્પણી મૂકો