શહેર

વીજ તંત્રે સતત ચોથા દિવસે પણ ધોંસ, ૪પ લાખની વીજ ચોરી ઝડપી લીધી

રાજકોટ: શહેરમાં છેલ્લા બે દિવસથી પીજીવીસીએલ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં વીજચોરી કરતા લોકો વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. આજે બીજા દિવસે પણ 39 ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરાઇ છે. આજે ઢેબર કોલોની વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા છે. એસઆરપી બંદોબસ્ત સાથે દરોડા પાડવામાં આવ્યા છે.

ગઇકાલે ગુરૂવારે નવા-જૂના રાજકોટ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 10 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. સતત બીજા દિવસે પણ પાવર ચોરી કરતા લોકો સામે ઝુંબેશ ચાલુ રખાઇ છે. ગઇકાલે 46 ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. વીજ ટીમો સાથે પોલીસ, એક આર્મીમેન, વીડિયોગ્રાફરની ટીમ પણ જોડાઇ છે. ગઇકાલે રાજકોટ 3 વિસ્તારના નાનામવા, રૈયારોડ તથા કાલાવડ રોડ સબ ડિવીઝન વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

એક તો ઉદ્યોગમાં મંદી છે, સેંકડો કારખાના ઠપ્પ છે, ત્યાં વીજ ટીમો ત્રાટકતા ઉદ્યોગકારોમાં પણ પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે, ૮૦ ટકા રાજકોટમાં વેલ રેગ્યુટેડ લોકો રહે છે, અને વીજ તંત્ર પોશ વિસ્તારમાં જ ચેકીંગ કરી રહ્યું છે.

Related posts

જોડિયા તાલુકાના બાલંભા ગામના ફિલ્ટર પ્લાન્ટ માંથી ટેન્કરો દ્વારા પાણી ચોરીનું “કૌભાંડ”

Newsgujarati

RMC દ્વારા વોર્ડ નં. ૦૯ માં ગેરકાયદેસર ૧૫ નળ કનેકશન અને ડાયરેકટ પમ્પીંગ કપાત કરવામાં આવ્યા

Newsgujarati

ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સંગઠન મંડળ દ્વારા શુક્રવારે સ્‍નેહ મિલન: મુળ ગામ બાલંભા, માનપર અને રણજીતપરના હાલ રાજકોટ આપા ગીગાના ઓટલાના મહંતશ્રી નરેન્‍દ્રબાપુ સોલંકી દ્વારા મહાપ્રસાદની વ્‍યવસ્‍થા

Newsgujarati

ટિપ્પણી મૂકો