ગુજરાત

રાજકોટ ફરજિયાત હેલ્મેટ અને સીટબેલ્ટના કાયદાનો હેલ્મેટ તોડી કરાયો વિરોધ

રાજકોટ નવા મોટર વ્હિકલ એક્ટમાં ફરજિયાત હેલ્મેટ પહેરવું અને સીટબેલ્ટ બાંધવો તેમજ ટ્રાફિકના નિયમો તોડનારને દંડની રકમમાં વધારો કરવાના મુદે રાજકોટમાં ધારણા પ્રદર્શન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. શહેરના જિલ્લા પંચાયત ચોક ખાતે ધારણા કરી રસ્તા પર હેલ્મેટ તોડી વિરોધ નોંધાવ્યો હતો.

ફરજિયાતના નિયમનું હેલ્મેટ ટ્રાફિક એક્ટના નિયમોમાં સરકાર દ્વારા દંડનો વધારો કરવામાં આવ્યો છે. જેનો રાજકોટમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજકોટના જિલ્લા પંચાયત ચોક ખાતે દંડની રકમ વધુ વસુલવાના કાયદાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે.

રાજકોટ મતદાર એકતા મંચ દ્વારા ફરજિયાત હેલ્મેટ અને સીટ બેલ્ટ સહીત દંડની રકમ વધારવાના નિયમને કાળો કાયદો ગણાવ્યો છે. શહેરના અલગ અલગ સંગઠનો તેમજ સામાજિક કાર્યકરો એકઠા ત્યાયા હતા અને આજે ધારણા પ્રદર્શન કરી વિરોધ નોંધાવ્યો હતો.

Related posts

દ્વારકા,પોરબંદર અને ગીર સોમનાથ, માં ધોધમાર વરસાદ, ગીરનાર પર્વત પર અનરાધાર

Newsgujarati

ગુજરાતના ચેક પોઈન્ટ અને ટોલ નાકાઓ પર 24 કલાક ચેકિંગ કરવાનો આદેશ

Newsgujarati

સુરત જ્ઞાનગંગા વિદ્યાલયની બાજુમાં આગ લાગી, 250 વિદ્યાર્થીઓને બચાવાયાં

Newsgujarati

ટિપ્પણી મૂકો