અપરાધ

રાજકોટ ખંજવાળનો પાવડર નાંખી વેપારી પાસેથી 12 લાખની લૂંટનું પગેરું અમદાવાદ તરફ

રાજકોટગુરુવારે સાંજે માલવિયા નગર પોલીસ સ્ટેશન નજીક જ એક એકાઉન્ટ ઉપર ખંજવાળો નો પાઉડર ફેંકી લૂંટારુ ટોળકીએ 12 લાખની રોકડ ભરેલા થેલાની લૂંટ ચલાવી હતી.આ ઘટનામાં માલવિયાનગર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરુ કરી છે. બીજી તરફ આ લૂંટમાં છારા ગેંગ અને મહારાષ્ટ્ર ગેગ ની સંડોવણી હોવાની શંકા દ્રઢ બની છે.જે અંગેની તપાસ માટે રાજકોટ પોલીસની એક ટીમ અમદાવાદ દોડી ગઈ છે અને રાજકોટ પોલીસે અમદાવાદમાં ધામા નાખી આ ટોળકીને ઝડપી લેવા જાળ બિછાવી છે.
મવડી પ્લોટ માં આવેલા ગુરુકુળ પાસે રહેતા અને એકાઉન્ટન્ટ નું કામ કરતા મહેશભાઈ દુર્લભજીભાઈ વસાણી ગઈકાલે સાંજે સાત વાગ્યાના સુમારે મવડી પ્લોટ માં આવેલ પી એમ આંગડિયા મા જામનગર થી આવેલા 12 લાખનું પેમેન્ટ લઈ પોતાના એકટીવા મોટરસાઇકલ નંબર જીજે 3 એફ ઇ 98 13 માં ઘર તરફ જવા નીકળ્યા હતા રુપિયા 12 લાખની રોકડ લઈ નીકળ્યા હતા.

મહેશભાઈ મવડી પ્લોટ માં આવેલ મ્યુનિસિપલ શોપિંગ સેન્ટર પાસે નજીક પહાેંચ્યા ત્યારે તેમના પીઠના ભાગમાં ખંજવાળ આવા લાગતા તેમણે પોતાનું એકટીવા સાઈડ માં ઊભું રાખી રોકડ ભરેલો થેલો ડીકીમાં રાખી રેઈનકોટ ઉતારી શરીર ખંજવાળી રહ્યા હતા ત્યારે જ બાઈક પર આવેલા બે શખ્સોએ મહેશભાઈના એિક્ટવાની તોડી તેમાં રાખેલ રોકડ રુપિયા 12 લાખ લઈ ફરાર થઈ ગયા હતા.

આ બનાવ અંગે મહેશભાઈ માલવિયાનગર પોલીસને જાણ કરી હતી ઘટનાની જાણ થતા માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ ચુડાસમા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો મહેશભાઈ ની પ્રાથમિક પૂછપરછ બાદ ઘટનાસ્થળ આસપાસના સીસીટીવી કેમેરા પોલીસે તપાસ્યા હતા જેમાં પોલીસને સીસીટીવી કેમેરામાં ત્રણ શકમંદો શંકાસ્પદ હાલતમાં હિલચાલ કરતા નજરે પડéા હતા.જેમાં બાઈક પર આવેલા બે શખ્સો અને તેની સાથેનો એક શકમંદ શખ્સ આ 12 લાખની લૂંટમાં સંડોવાયેલા હોવાની પોલીસને શંકા ગઈ છે.

સીસીટીવીમાં કેદ થયેલા આ ત્રણ શખ્સો માંથી એક શખ્સે હેલ્મેટ પહેર્યું હતું. આ 12 લાખની લૂંટમાં છારા ગેંગ અને મહારાષ્ટ્રની ગેંગ હોવાની પોલીસને દ્રઢ શંકા છે હાલ રાજકોટ પોલીસની એક ટીમ અમદાવાદ દોડી ગઇ છે.અને આ 12 લાખની લૂંટમાં સંડોવાયેલ છારા ગેંગ ની માહિતી મેળવવા રાજકોટ પોલીસે અમદાવાદમાં ધામા નાખ્યા છે. રાજકોટ શહેરમાં અગાઉ પણ આજ મોડેસ આેપરેન્ડીથી લૂંટની ઘટનાઆે બની હોય જે ઘટનામાં પણ અમદાવાદની ટોળકીની સંડોવણી ખુલી હોય રાજકોટ પોલીસની ટીમે ગઈકાલે થયેલી લૂંટ બાબતે અમદાવાદ તરફ તપાસ કેિન્દ્રત કરી છે. અને રાજકોટ પોલીસને આ લૂંટમાં સંડોવાયેલ ટોળકી અંગે અમદાવાદમાંથી જ મહત્વની કડી મળશે તેમ પોલીસ અધિકારીઆે અને તપાસનીસ અધિકારી જણાવી રહ્યા છે.

Related posts

પાંડેસરામાં ટપોરી યુવકે ધોરણ-૧૦ની વિદ્યાર્થિનીના પેટ પર ચપ્પુ મૂકી, ‘મને તારી સાથે ફ્રેન્ડશીપ કરવી છે’ કહી ધમકાવી…

Newsgujarati

3 વર્ષના નિત્યનાં શંકાસ્પદ મોતનો મામલો મર્ડર કેસમાં ફેરવાયો,નિત્યને ગળે ટુંપો દઇ મોતને ઘાટ ઉતારી

Newsgujarati

જયંતિ ભાનુશાળી હત્યા કેસ મનિષા ગોસ્વામી અને સુરજીતભાઉને SITએ ઉત્તરપ્રદેશથી પકડ્યા

Newsgujarati

ટિપ્પણી મૂકો