ભારત

ભારતનું સૌથી મહત્ત્વાકાંક્ષી અવકાશી મિશન ચંદ્રયાન-2 મોટી વૈશ્વિક સિદ્ધિ હાંસલ કરશે.

બેંગલુરુ ચંદ્રયાન-2 (Chandrayaan 2) ચંદ્ર પર લૅન્ડિંગ માટે કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. આજે જ્યારે ચંદ્રયાન-2 ચંદ્રની સપાટી પર લૅન્ડ કરશે ભારત આવું કરનારો દુનિયાનો ચોથો દેશ બની જશે. અત્યાર સુધી અમેરિકા, રશિયા અને ચીને જ આવી સિદ્ધિ મેળવી છે. ખાસ વાત એ છે કે ચંદ્રયાન-2 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લૅન્ડ કરશે. હજુ સુધી આ સ્થળે કોઈ પણ દેશ નથી પહોંચ્યો. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સ્પેસક્રાફ્ટ ઉતાર્યા બાદ ભારત આવું કરનારો પહેલો દેશ બની જશે.

ચંદ્રયાન-2 મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચીને તે સપાટીના સંબંધમાં અધ્યયન કરવાનો છે. વૈજ્ઞાનિકો મુજબ, ચંદ્રની આ સપાટી પર બરફ અને તડકો ઘણી માત્રામાં છે. માનવામાં આવી રહ્યું છે કે ભવિષ્યમાં મંગળ મિશન માટે તેનું અધ્યયન ઘણું મદદરૂપ સાબિત થશે. આવો જાણીએ લૅન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનની કામગીરી વિશે…

*વિક્રમ અને તેની અંદર સવાર પ્રજ્ઞાન 7 સપ્ટેમ્બરે 1:30 વાગ્યાથી 2:30 વાગ્યાની વચ્ચે ચંદ્રની સપાટી પર ઉતરવાની શક્યતા છે.

*ચંદ્રની સપાટી પર ઉતર્યા બાદ વિક્રમથી રોવર પ્રજ્ઞાન તે જ દિવસે સવારે 5:30 વાગ્યાથી 6:30 વાગ્યાની વચ્ચે બહાર આવશે.

*લૅન્ડર વિક્રમ ચંદ્રની સપાટી પર રોવર પ્રજ્ઞાનને લોન્ચ કરશે, જે સૌર શક્તિથી સંચાલિત હશે. આ રોવર 6 પૈડા પર ચાલશે અને 1 સેમી પ્રતિ સેકન્ડની ઝડપે લગભગ 500 મીટરનું અંતર કાપશે.

*રોવર સપાટીથી એકત્ર કરેલા ડેટા લૅન્ડરને મોકલશે. લૅન્ડર દ્વારા આ ડેટા ઇસરોના અંતરિક્ષ સ્ટેશન સુધી પહોંચાડશે. રોવર પ્રજ્ઞાન ચંદ્રનો એક દિવસ એટલે કે પૃથ્વીના 14 દિવસ સુધી સક્રિય રહેશે.

*રોવર પ્રજ્ઞાન એક ચંદ્ર દિવસ જેટલું ચંદ્રની સપાટી પર રહીને પરીક્ષણ કરશે.

*ચંદ્રનો એક દિવસ પૃથ્વીના 14 દિવસ બરાબર છે. લૅન્ડરનું પણ મિશન જીવનકાળ એક ચંદ્ર દિવસ જ હશે જ્યારે ઓર્બિટર એક વર્ષ સુધી કામ કરશે.

*લૅન્ડરનું નામ વિક્રમ રાખવામાં આવ્યું છે. તે સંસ્કૃત શબ્દના અર્થ સાહસ અને વીરતા સાથે જોડાયેલું છે. વિક્રમ નામ રાખવા પાછળનું એક કારણ વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈને શ્રદ્ધાંજલિ આપવાનું પણ છે.

*પ્રજ્ઞાનનું વજન 27 કિલોગ્રામ છે, તે 50W પાવરથી ચાલે છે.

*પ્રજ્ઞાનમાં ટેરેન મેપિંગ કેમેરા લાગ્યા છે. તેનાથી ચંદ્રના અનેક વધુ રહસ્યો જાણી શકાશે.

Related posts

લઘુમતી શાળાઓએ RTE હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો પડશે, સુુપ્રીમ કોર્ટનો ચૂકાદો…

Newsgujarati

રાહુલ ગાંધીએ અમેઠીથી ઉમેદવારી ફોર્મ ભર્યું, મેગા રોડ-શોમાં બહેન-બનેવી અને ભાણેજ હાજર

Newsgujarati

અંતે રાજ્યસભામાં વોટિંગ બાદ ટ્રિપલ તલાક બિલ પાસ,બિલના પક્ષમાં 99 જ્યારે 84 મત વિરુદ્ધ

Newsgujarati