ગુજરાત

અમદાવાદના કેટલાક વિસ્તારોમાં શુક્રવારે સવારથી, દ્વારકા જિલ્લાના કલ્યાણપુર આભ ફાટ્યું 13 ઇંચ વરસાદ

શુક્રવારે સવારથી અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ધીમીદારે વરસાદ થયો છે. અમદાવાદના બોપલ, ઘુમા, સરખેજ, એસ.જી.હાઈવે, ચાંદલોડિયા, ગોતા, કે કે નગરમાં વરસાદના છૂટા છવાયા ઝાપટા પડ્યા છે. વરસાદના આગમનથી શહેરી વિસ્તારોમાં ઠંડક પ્રસરી છે.

અમદાવાદ સિવાય દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મોટા આસોટા ગામે શુક્રવારે સવારે આભ ફાટ્યું હોય તેમ 13 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે ગામ સંપર્ક વિહોણું બન્યું છે. જ્યારે ગામની સડકો અને ઘરો અડધા ડૂબ્યા હોય તેવી હાલાતમાં છે. આસોટા ગામમાં 13 ઇંચ વરસાદ થતા કલેક્ટર તંત્ર દોડતું થયું છે. આરોગ્ય ટીમ અને મામલતદાર સહિતની ટીમો દોડી આવી છે.

આ સિવાય ઉકાઈડેમની જળસપાટીમાં પણ વધારો થયો છે. પ્રાપ્ત માહિતી મુજબ ઉકાઈ ડેમની જળસપાટી 339.85 ફૂટે પહોંચી હોવાના સમાચાર છે. ડેમમાં પાણીની આવક-જાવક 86,857 ક્યુસેક નોંધાઈ છે. ઉકાઈ ડેમના 7 દરવાજા 4 ફૂટ ખોલાયા છે. સુરેન્દ્રનગરની વાત કરીએ તો છેલ્લા ચાર દિવસથી સાંજે વરસાદ વરસી રહ્યો છે એના કારણે શહેરના તમામ વોર્ડમાં પાણી પાણી થયા છે અને લોકો ને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઉપરાંત અમરેલી, ભરૂચ, સુરેન્દ્રનગર, સુરતમાં પણ ભારે વરસાદ થયા હોવાના સમાચાર છે.

Related posts

ગુજરાતમાં બે રોક-ટોક નશાનો કારોબાર, જેતપુરમાં SOGની ટીમે શાનું વેચાણ કરતા બિયર બારને પકડી પાડ્યો

Newsgujarati

શુક્રવારે ગુ.ક્ષ.કડિયા જ્ઞાતિનો સરસ્વતી સન્માન સમારોહ,કડિયા જ્ઞાતિના આશરે ૩૫૦૦થી પણ વધુ વિદ્યાર્થીઓને વિનામુલ્યે નોટબુક

Newsgujarati

રાજકોટ લોકસભા બેઠકની મતગણના કણકોટ ખાતે:૭ કાઉન્ટિંગ હોલ, ૧૪ મતદાન મશીનો એક સાથે ખૂલશે: ૨૬ રાઉન્ડ

Newsgujarati

ટિપ્પણી મૂકો