tech ગુજરાત બિઝનેસ મનોરંજન રમતો સ્વાસ્થ્ય

સ્થાનિક પત્રકારો અને પબ્લીશરને વધુ સિદ્ધી અને સમૃદ્ધિ અપાવતું એકમાત્ર માધ્યમ : ન્યુઝ રીચ

ત્રિપલ તલાક બિલ, વિરાટની કેપ્ટન્સી, ફિલ્મોના વિવાદ કે પછી ભાવ વધારો આ બધું જ વાંચ્યા પછી પણ તમારા શહેરમાં શું અને ક્યારે થયું?, કેટલા વાગે અને કોની સાથે થયું? કોણ ફેમસ થયું અને કોના થકી થયું એ જાણવા નથી મળતું? તો હવે ખાસ આપના માટે આવી ગયું છે ન્યુઝ રીચ. લોકલ સમાચાર અને વિષયોને વધુ રસપ્રદ અને વિશ્વસનીય બનાવવા. પરંતુ આવું તો જ બને જો તે સ્થાનિક વ્યક્તિ અથવા પત્રકાર દ્વારા રજુ થયેલ હોય. જેના માટે પણ ન્યુઝ રીચ એક ખાસ વ્યવસ્થા સાથે આવ્યું છે.
પત્રકાર મિત્રો જેઓ ખુબ મહેનત કરી જે સમાચાર લાવતા હોય છે, તેને ઘણીવાર સામયિકો કે સાપ્તાહિકો છાપતા નથી, જેના કારણે તેઓ યોગ્ય સન્માન અને સમૃદ્ધિ નથી મેળવી શકતા હોતા પરંતુ હવે ન્યુઝ રીચ તેમના માટે સૌથી શ્રેષ્ઠ માધ્યમ બની શકે છે. સ્થાનિક પત્રકારો જે પણ સમાચાર મેળવે તેને ન્યુઝ રીચ પર મૂકશે. આ મુકેલા સમાચારમાં ન્યુઝ રીચ કેટલીક એડ પણ સાથે મુકશે. સમાચારની સાથે એડના વ્યુઝ આવશે અને તેના થકી જે રેવન્યુ ઉભી થશે એમાંથી પત્રકારો વળતર મેળવશે. આમ સમાચાર પબ્લીશ પણ થશે અને જેતે પત્રકાર નામ અને દામ બંને મેળવી શકશે. આજ પ્રમાણે લોકલ પબ્લીશર પણ પોતાના સમાચાર ન્યુઝ રીચ પર મૂકી વળતર મેળવી શકશે.
આ નવવિચાર પાછળ મુખ્ય ચાર લોકોની મહેનત સંકળાયેલી છે. જેઓ સ્વપ્નને હકીકત બનાવવા હંમેશા પ્રયત્નશીલ રહ્યા છે. અને આજે પણ ખુબ મહેનત કરી રહ્યા છે. આ ચાર નામ એટલે હિરેન, આશિષ, દર્શન અને સોનિયા. આશિષ અને હિરેન એડર્વટાઈઝીંગ ફિલ્ડમાં ૨૦ વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે જ્યારે દર્શન અને સોનિયા પણ માર્કેટિંગ અને એડર્વટાઈઝીંગ ફિલ્ડમાં ૩ વર્ષનો અનુભવ અને કાયદાના વિષયમાં ઊંડી સમજ ધરાવે છે. ચારેય જણાની એક સાથે આ પ્રથમ પહેલ છે. આ પહેલને પાંખ મળે તે હેતુથી સહુએ સાથે આગળ વધવાનું વિચાર્યું છે અને પરિણામ સ્વરૂપ આજે એક પ્રબળ માધ્યમ દેશ અને દુનિયાને આપવા તરફ આગળ વધી રહ્યા છે.
શરુ થયાના માત્ર 6 જ મહિનામાં ખુબ સારું પરિણામ ન્યુઝ રીચને પ્રાપ્ત થયું છે. પબ્લીશsરોના વિશ્વાસ સ્વરૂપ આજે 1000 કરતા પણ વધારે પબ્લીશર ન્યુઝ રીચ સાથે જોડાયા છે. અને વધુમાં જોઈએ તો દેશ અને દુનિયાના લગભગ 10 લાખ કરતા પણ વધારે મંથલી એક્ટીવ મેમ્બર્સ (એક મહિનામાં ન્યુઝ રીચનો રોજેરોજ ઉપયોગ કરનારા) ન્યુઝ રીચ સાથે જોડાયા છે. જે એક રીતે જોતા ખરેખર શ્રેષ્ઠ શરૂઆત છે.
આવનારા સમયમાં દરેક પત્રકાર તથા લોકલ ન્યુઝ પબ્લીશર પોતાની રીતે ઇચ્છિત કમાણી કરી શકે તેના માટે ન્યુઝ રીચ સતત પ્રયત્નો કરશે. સાથે જ જે-તે પત્રકાર સ્વઓળખ ઉભી કરી શકે તેના માટે સારું અને શ્રેષ્ઠ માધ્યમ પૂરું પાડશે. તથા સ્થાનિક સમાચારને વધુ યથાર્થતા મળે અને સરળ રીતે પ્રાપ્ય બને તેના માટે પણ યોગ્ય આયોજન સાથે આગળ આવશે. તો જો તમે હજી સ્થાનિક સમાચારની શોધમાં હોવ તો હવે ન્યુઝ રીચ તમારી એ ઈચ્છાને એક ક્ષણમાં પૂરી કરશે. સ્થાનિક ન્યુઝ એજન્સી ફ્રી વેબસાઈટ બનાવવા માટે આપેલા નંબર અને વેબસાઈટ થકી સંપર્ક કરી શકે છે.
Website: www.newsreach.in

Related posts

ભારત-ન્યૂઝીલેન્ડ વર્લ્ડ કપ મુકાબલો વિલંબમાં,નોટિંઘમમાં વરસાદપડ્યો

Newsgujarati

રથયાત્રા પહેલાં ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, 18 હથિયારો સાથે ચાર આરોપીઓ ઝડપાયા

Newsgujarati

કંગના લાગે છે સુપર હોટ…

Newsgujarati

ટિપ્પણી મૂકો