ગુજરાત

ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજ સૌને જોડવાનું કામ કરે છે: મુખ્યમંત્રી

રિપોર્ટર: ઘીરેન રાઠોડ રાજકોટ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કાલાવડ રોડ સ્થિત બી.એ.પી.એસ. ઓડિટોરીયમ હોલ ખાતે સમસ્ત ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના તેજસ્વી છાત્રોના મેગા સન્માન કાર્યક્રમમાં સહભાગી થઈ જણાવ્યું હતું કે, આ સમાજે સૌને જોડવાનું કામ કર્યું છે.

મુખ્યમંત્રીએ કડિયા સમાજ મહેનતુ, પ્રમાણિક અને સર્જનાત્મક પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે અને વર્ષોથી નવસર્જનનું કામ કરે છે તેમ પણ જણાવ્યું હતું. સમાજના તેજસ્વી છાત્રોને તેઓએ શુભકામના પાઠવી હતી.આ કાર્યક્રમમા સમાજના અગ્રણીઓના હસ્તે 42૦૦ જેટલા છાત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું. ગુર્જર કડિયા જ્ઞાતિ અને ગુજરાત રાજ્ય પછાત વર્ગ વિકાસ નિગમના અધ્યક્ષ નરેન્દ્રભાઇ સોલંકીએ મુખ્યમંત્રીનું અગ્રણીઓની સાથે સ્વાગત કરી શાબ્દિક સ્વાગત કર્યું હતું.

ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજના તેજસ્વી છાત્રોના સન્માન કાર્યક્રમમાં સહભાગી થતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નુ રાજકોટ, પ્રિન્ટ ઇલે. મીડીયાના મુખ્ય પ્રતિનિધિશ્રીઓ હિતેશભાઇ રાઠોડ ૭ન્યુઝ ગુજરાતી ચેનલ રાજકોટ, ધિરેનભાઇ રાઠોડ ૭ન્યુઝ કેમેરામેન રાજકોટ,કિશોરભાઇ મારૂ KTV ન્યુઝ ચેનલ રાજકોટ, દિનેશભાઇ જાવીયા ચેનલ હેડ ન્યુઝ ૯ ગાંધીનગર, પલ્કીનભાઇ કાચા રેડીયો સીટી રાજકોટ આનંદભાઇ જાવીયા ફોટોગ્રાફર, મુખ્ય સમાચાર રાજકોટ.

સરસ્વતી સન્માન સમારોહમાં નવા શૈક્ષણિક વર્ષમાં જળહળતી સફળતા પ્રાપ્ત કરનાર જ્ઞાતિના તમામ વિદ્યાર્થીઓ કે જેઓએ ધો.૧ થી ૪માં ૮૫ ટકા, ધો.૫ થી ૭ માં ૭૫ ટકા ધો.૮ અને ૯માં ૬૫ ટકા ધો.૧૦ થી ૧૨ ત્થા કોલેજ ની તમામ ફેકલ્ટીઝમાં જેવીકે આર્ટસ, કોમર્સ, સાયન્સ,મેડીકલ,એન્જીનીયરીંગમાં અંગ્રેજી તથા ગુજરાતી મીડીયમના વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રથમ બીજા અને ત્રીજા ક્રમાંકને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીમાં પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમાકે ગ્રેજીએટ ક્રમાંકે આવતા હોય તેઓ દરેકને શિલ્ડ તથા બેગ અને દસ ચોપડાનો ૧સેટ સંપૂર્ણ વિનામુલ્યે આપવામાં આવેલ.

આ સમારોહમાં હસુબાપુ ગુરૂશ્રી ગોકળબાપુ (સાવરકુંડલા) ગુજરાત રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન પુરૂ પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ, રાજકોટ શહેર ભાજપના અધ્યક્ષ કમલેશભાઇ મીરાણી ધારાસભ્ય શ્રી અરવિંદભાઇ રૈયાણી,જુદાં જુદાં જિલ્લાના સમાજ પ્રમુખોએ પણ મુખ્યમંત્રીનું અભિવાદન કર્યું હતું.આ પ્રસંગે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના મીડિયા કર્મીઓએ પણ મુખ્યમંત્રીનું અભિવાદન કર્યું હતું.આ પ્રસંગે અગ્રણી નિતિનભાઈ ભારદ્વાજ, કમલેશ મીરાણી, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, રાજુભાઈ ધૃવ, હસુબાપુ, શ્રીમતી શિલ્પાબેન દિનેશભાઇ જાવીયા કોર્પોરેટરશ્રી રાજકોટ, શ્રીમતી જયાબેન જેન્તીભાઇ ટાંક કોર્પોરેટરશ્રી, રાજકોટ ધીરૂભાઇ નારણભાઇ ગોહીલ કોર્પોરેટર જૂનાગઢ, શ્રીમતી ભાનુબેન ગોરધનભાઇ ટાંક કોર્પોરેટર જૂનાગઢ, શ્રીમતી કંચનબેન અશ્વિનભાઇ જાદવ કોર્પોરેટર જૂનાગઢ, નિલેશભાઈ ચૌહાણ, છગનભાઈ રાઠોડ, રાજુભાઈ ચોટલીયા, મનુભાઈ ટાંક, યશવંતભાઈ ધાનાણી, નરસિંહભાઈ સવાણી, ભીમજીભાઇ ટાંક, ગોરધનભાઈ ટાંક, કાનજીભાઈ વાઘેલા આ મેગા સરસ્વતી સન્માન સમારંભમાં સમગ્ર ગુજરાતમાંથી આગેવાનશ્રીઓ તેમજ રાજકોટ શહેરમાંથી હજારો જ્ઞાતિબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતભરમાંથી તેમજ મહારાષ્ટ્રમાંથી મુંબઇ – પુના સહિતના ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના પ્રમુખશ્રીઓ તેમજ આગેવાનશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યં હતા

રાજકોટ સમાજ ના પ્રમુખ અને ગુજરાત ઓબીસી નિગમના ચેરમેન નરેન્દ્ર બાપુ એ જણાવેલું કે આવતા દિવસો સંપૂર્ણ પણે એજ્યુકેશનના છે આવતી સદી ની અંદર જેના બાળકો પાસે એજ્યુકેશન ના હોય જેના બાળકો પાસે શિક્ષણ નહીં હોય તે બાળકો કોઈ ગણના કરવામાં આવતી નથી આપણા સમાજના ડેવલોપિંગ માટે રાષ્ટ્રના ડેવલોપિંગ માટે સમાજના વિકાસ માટે થઈને દરેક સમાજનું બાળકો શિક્ષિત બને તે ખૂબ આવશ્યકતા છે અહીંયા જે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે તેમને ઇનામ આપવામાં આવે છે તે ઈનામની કોઈ અગત્યતા નથી પરંતુ જે નામ આપવામાં આવે છે તેની અંદર બેથી પાંચ હજાર લોકોની વચ્ચે બાળક નું સન્માન કરવામાં આવે જેને લઇને બાળક પોતાના પરિવારને જઈને કહે છે કે મારું સન્માન સમાજ દ્વારા કરવામાં આવ્યું જેથી બાળક સ્કુલે પણ મારા સમાજ દ્વારા મને આ ઈનામ આપવામાં આવ્યું છે તેમ સૌ કોઈ બાળકને સ્ટેજ ઉપર આવીને તાલીઓના ગડગડાટથી સન્માન મળે અને બાળકનો અભ્યાસ પ્રત્યે તુ ચીજ કડવાય તેવા પ્રયત્નો સમાજ હર હંમેશ કરતો આવ્યો છે અને કરતો રહે છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જ્ઞાતિ સમસ્ત પ્રમુખ નરેન્દ્રભાઇ સોલંકી ના માર્ગદર્શન હેઠળ જ્ઞાતિ સમસ્ત દ્વારા સંચાલીત શ્રી શ્યામવાડી ટ્રસ્ટ, શ્રી મોહન માંડણ વિદ્યાર્થી ભવન સમિતિ, સાંસ્કૃતિક તથા રમતગમત સમિતિ, વિદ્યાર્થી મંડળ સમિતિ, શ્રી શ્યામ મંદિર સમિતિ તથા જ્ઞાતિ સમસ્યના વિવિધ મંડળોના હોદ્દેદારો તથા કારોબારી સભ્યો અને દરેક આગેવાનો તથા કાર્યકરો જહેમત ઉઠાવી હતી.

Related posts

દલિતો વિરૂદ્ધ થતાં અત્યાચાર મામલે BJP બોલવા લાયક નથી: મેવાણી

Newsgujarati

શિવરાજ પટેલે ચૂંટણી લડવી કે નહીં તેને લઇને, પારિવારીક નિર્ણયને માન્ય રાખીને હું ચૂંટણી નહીં લડુ

Newsgujarati

ગોંડલઃ રંગીનમીજાજી કારખાનેદારે મહિલા કર્મચારીને મીઠી મીઠી વાતો કરવી પડી ભારે, મોહપાશમાં ફસાવવા જુદા જુદા પેંતરા રચીને પ્રેમજાળમાં ફસાવવા પ્રયાસ કર્યો હતો

Newsgujarati