સ્થાનિક મુદ્દાઓ

કાલે CM વિજયભાઇ રૂપાણીનો જન્મદિવસ,૧૯૦ લાભાર્થીઓને આવાસ નંબર ફાળવણી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદી જુદી આવાસ યોજના હેઠળ આવસો બનાવવામાં આવેલ છે. આજ તા.૦૧/૦૮/૨૦૧૯નાં રોજ બી.એસ.યુ.પી. આવાસ યોજનામાં વેઇટિંગ યાદીનાં બી.પી.એલ. ધરાવતા ૧૯૦ લાભાર્થીઓને આવાસ નંબર ફાળવણી કોપ્યુટરાઈડ્ઝ ડ્રો કરવામાં આવેલ. આવાસ નંબર ફાળવણી ડ્રો કાર્યક્રમમાં માન.મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, હાઉસિંગ કમિટી ચેરમેન જયાબેન ડાંગર, ડેપ્યુટી કમિશનર જાડેજા સાહેબ, શૈલેશભાઈ ડાંગર, તેમજ આવાસના લાભાર્થીઓ ઉપસ્થિત રહેલ.

આ પ્રસંગે, મેયર બિનાબેન આચાર્યએ જણાવેલ કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૨૨માં દેશના ઘર વિહોણા લોકોને ઘરનું ઘર મળે તેવો સંકલ્પ કરેલ છે. રાજકોટ મહાનગરપાલિકા પણ આ દિશામાં આગળ વધી આવાસો બનાવી રહેલ છે. પવિત્ર શ્રાવણ માસના શુભારંભમાં તમોને આવાસ મળનાર છે. આ મળનાર આવાસમાં ખૂબ શાંતિ થી અને સુખમય જીવન પસાર કરો અને નિયમિત હપ્તા ભરવા તેમજ આવાસ વહેચવા નહિ તેવી અપીલ કરેલ. આ અવસરે મ્યુનિસિપલ કમિશનરશ્રીએ સૌ લાભાર્થીને શુભેચ્છા પાઠવતા જણાવેલ કે, આજરોજ આવાસનો નંબર ફાળવણી ડ્રો કરેલ છે.

આવતીકાલે માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનાં વરદ હસ્તે આવાસનો એલોટમેન્ટ લેટર આપવામાં આવશે. આ તકે મ્યુનિસિપલ કમિશનરશ્રીએ તમામ લાભાર્થીને જણાવેલ કે, કોઈ પણ લાભાર્થી આવાસ વહેંચશે કે ભાડે આપશે તો આવાસ રદ કરવામાં આવશે અને ૧૦ વર્ષ સુધી અન્ય કોઈ આવાસમાં લાભ આપવામાં આવશે નહિ. બી.એસ.યુ.પી. યોજના અંતર્ગત પોપટપરા, વોર્ડ નં.૦૩, રોણકી ગામના પાટિયા પાસે આવાસ યોજનામાં લાભાર્થીઓને કોપ્યુટરાઈડ્ઝ ડ્રો મારફત આવાસ ફાળવવામાં આવેલ. જેમાં લાભાર્થીઓનો કુલ ફાળો રૂ.૯૧,૮૦૦/-નો રહેશે. ફાળવણી સમયે લાભાર્થીએ રૂ.૫૮૦૦/- ભરવાના રહેશે ત્યારબાદ માસિક રૂ.૮૬૦/- મુજબ ૧૦૦ માસિક સરળ હપ્તા ભરવાના રહેશે. આ કાર્યક્રમનો આવાસના આસીસ્ટન્ટ મેનેજર ભૂમિબેન પરમાર તેમજ તેમના સ્ટાફએ જહેમત ઉઠાવેલ. કાર્યક્રમનું સંચાલન કોમ્યુનિટી ઓર્ગેનાઈઝર દિપ્તીબેન આગરીયાએ કરેલ.

Related posts

એઈમ્સનું નિમાર્ણ રોડ રસ્તા સહિતની ડિઝાઈન તૈયાર, 200 એકર જગ્યાનો આગામી સપ્તાહે કેન્દ્ર સરકાર કબજો સંભાળશેઃ દબાણો દૂર કરાયા

Newsgujarati

નવસારી સૂરત નેશનલ હાઇવે પર ટેમ્પાનું ટાયર ફાટતાં 20થી 25 લોકો ને નાની-મોટી ઈજા ખાનગી હોસ્પિટલમાં સારવાર મા ખસેડ

Newsgujarati

ધંધામાં ખોટ જતા 75 હજારના દરની નકલી ચલણી નોટ સાથે અરવિંદ અકબરી ઝડપ્યો 2 દિના રિમાન્ડ મંજૂર

Newsgujarati