ભારત

ત્રણ તલાક બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી, 17 સપ્ટેમ્બર, 2018થી લાગૂ માનવામાં આવશે

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી એનડીએ સરકાર-2 પહેલાં સંસદીય સત્રમાં અત્યાર સુધી 10 બિલ પાસ કરવામાં આવ્યા છે. 17મી લોકસભા અને રાજ્યસભામાં આ બિલ પાસ થયા પછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મોકલી દેવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર પછી આ બિલ કાયદો બની જશે. ગુરુવારે ગામ્બિયા પ્રવાસથી પરત ફર્યા પછી રાષ્ટ્રપતિએ ત્રણ તલાક બિલને મંજૂરી આપી દીધી છે.

ત્રણ તલાક બિલ રાષ્ટ્રપતિની મંજૂરી પછી એક કાયદો બની ગયો છે. હવે ત્રણ તલાક આપવાના દોષિત પુરુષને 3 વર્ષની જેલની સજા આપવામાં આવશે. પીડિત મહિલા પોતાના અને સગીર બાળકો માટે ભરણ પોષણના ભત્થાની માંગણી કરી શકશે.
આ છે એ 10 બિલ જે સંસદના બંને ગૃહમાં પાસ થયા

1. મુસ્લિમ મહિલા (વિવાહ અધિકાર સંરક્ષણ) બિલ, 2019
2. ભારતીય ચિકિત્સા પરિષદ (સુધારમા) બિલ, 2019
3. કંપની (સુધારણા) બિલ, 2019
4. અનિયમિત જમા યોજનાઓ પર પ્રતિબંઘ બિલ, 2019
5. જમ્મુ અને કાશ્મીર આરક્ષણ બિલ, 2019
6. આધાર અને અન્ય કાયદા (સુધારણા) બિલ, 2019
7. નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા કેન્દ્ર બિલ, 2019
8. હોમિયોપેથી કેન્દ્ર પરિષદ (સુધારણા) બિલ, 2019
9. વિશેષ આર્થિર ક્ષેત્ર (સુધારણા), 2019
10. કેન્દ્રીય શિક્ષણ સંસ્થાન બિલ, 2019

વિપક્ષે બિલના વિરોધમાં વોક આઉટ કર્યું હતું
આ સત્રમાં ત્રણ તલાક બિલ ખૂબ મહત્વનું રહ્યું હતું. ત્રણ તલાક બિલ મંગળવારે સંસદના ઉચ્ચ સદન રાજ્યસભામાંથી પાસ થઈ ગયું છે. રાજ્યસભામાં વોટિંગ દરમિયાન બિલના પક્ષમાં 99 અને વિરોધમાં 84 વોટ પડ્યા હતા. આ બિલ 25 જુલાઈએ લોકસભામાં પાસ થઈ ગયું હતું. વિપક્ષ ત્રણ તલાક બિલનો વિરોધ કરીને વોકઆઉટ કર્યું હતું.

Related posts

“સ્કિલ્ડ” ડ્રાઈવરો લાયસન્સ મેળવવા માટે 8 પાસ હોવું જરૂરી નથી, શરત દૂર કરાઈ

Newsgujarati

AN 32 દુર્ઘટનામાં 13 મૃતદેહો અને વિમાનનું બ્લેકબોક્સ મળી આવ્યું

Newsgujarati

ભાજપના ધારાસભ્યોને મોદીના શપથ સમારોહ માટે આમંત્રણ અપાયું નથી

Newsgujarati