ભારત

સબસિડી વગરના રાંધણ ગેસનું સિલીન્ડર 62.50 રૂપિયા સસ્તું થયું

મુંબઈ આંતરરાષ્ટ્રીય દર ઘટી જવાને પગલે ભારતમાં સબસિડી વગરના રાંધણ ગેસ (એલપીજી)ના સિલીન્ડરના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. સિલીન્ડર 62.50 રૂપિયા સસ્તું થયું છે. સરકાર હસ્તકની ઓઈલ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને એક નિવેદન દ્વારા જણાવ્યું છે.

સબસિડી વગરના અથવા માર્કેટ પ્રાઈસવાળું એલપીજી સિલીન્ડર 1 ઓગસ્ટની મધરાતથી રૂ. 574.50ના ભાવે મળશે. આવા 14.2 કિ.ગ્રા. વજનના સિલીન્ડરો લોકો પ્રતિ વર્ષ સબસિડીવાળા 12 સિલીન્ડરનો ક્વોટા પૂરો થઈ ગયા બાદ ખરીદતા હોય છે.2019ની 1 જુલાઈએ પણ સબસિડી વગરના એલપીજી સિલીન્ડરના ભાવમાં રૂ. 100.50નો ઘટાડો કરવામાં આવ્યો હતો. આમ, બે મહિનાથી પણ ઓછા સમયમાં આવા સિલીન્ડરના ભાવમાં રૂ. 163.00નો ઘટાડો થયો છે.

ઘરેલુ વપરાશ માટેના એલપીજી સિલીન્ડર સરકાર દ્વારા પડતર ભાવે પૂરા પાડે છે. ગ્રાહકોને એવું સિલીન્ડર સબસિડી બાદનો ભાવે રૂ. 494.35માં પડે છે. બેલેન્સ રકમ સબસિડી તરીકે (પ્રતિ સિલીન્ડર રૂ. 142.65) કેન્દ્ર સરકાર ભોગવે છે અને તે રકમ સિલીન્ડરની ખરીદી કરાયા બાદ અને રીફિલની ડિલીવરી બાદ એલપીજી ગ્રાહકોના બેન્ક ખાતામાં સીધી જમા કરાવી દેવામાં આવે છે.

Related posts

કેરળના અનેક વિસ્તારોમાં વરસાદની પધરામણી,ચોમાસું આગામી 24 કલાકમાં પૂર્વોત્તરના ત્રિપુરામાં પ્રવેશ કરે તેવી પણ શક્યતા

Newsgujarati

ડોક્ટોરોની હડતાલનો રેલો બંગાળથી દિલ્હી, મહારાષ્ટ્ર સુધી પહોંચ્યો, 150 ડોક્ટોરોએ રાજીનામાં આપ્યા

Newsgujarati

અમરનાથયાત્રા માટે ઑનલાઈન નોંધણી શરૂ, 1 જુલાઈથી પ્રારંભ

Newsgujarati

ટિપ્પણી મૂકો