ગુજરાત

રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની 2 વરસાદી સિસ્ટ,આગામી બે સપ્તાહ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. ત્યાં ફરીથી પૂર્વ મધ્યપ્રદેશમાં લૉ-પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં આગામી બે સપ્તાહ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની 2 વરસાદી સિસ્ટમો કારણે લો પ્રેશર સર્જાયું છે, જેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામી રહ્યો છે.. અમદાવાદ શહેર સહીત રાજ્યમાં આ પ્રેશરના કારણે વરસાદ આવશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.

રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે હવે ફરીથી રાજ્યના ખેડૂતો અને લોકો માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે. હવામાન વિભાગના મતે આગામી બે સપ્તાહ સુધી રાજ્યમાં વરસાદી માહોલ બની રહેશે. પૂર્વ મધ્યપ્રદેશમાં લૉ પ્રેશર સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગના જયંત સરકારે આગામી પરિસ્થિતિનો ચિતાર આપ્યો છે. હવામાન વિભાગના મતે આગામી બે સપ્તાહ સુધી દક્ષિણ ગુજરાતને મેઘો ભારે વરસાદથી ધમરોળશે.

હવામાન વિભાગે એવું પણ જણાવ્યું છે કે, આગામી દિવસોમાં નવું લૉ – પ્રેશર નિર્માણ થશે. જેથી રાજ્યના દ્વારકા, જામનગર અને કચ્છ પર ભારે વરસાદ પડવાની શક્યતા છે. દ્વારકા, જામનગર અને કચ્છ પર નવું લૉ – પ્રેશર નિર્માણ થશે. જેના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા દેખાઇ રહી છે.

હવામાન ખાતાના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની વકી છે. આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદ થશે. દરમિયાન આજે ગાંધીનગરમાં કેબિનેટની બેઠક યોજવાની છે. કેબિનેટની બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતી અને તેના મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવશે.

રાજ્યમાં NDRFની 15 ટીમો તૈનાત


ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર એલર્ટ થયુ છે. રાજ્યના વિવિધ વિસ્તારમાં કુલ 15 NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. જેમાં નવસારી, વલસાડ, ઓલપાડ, ઉપલેટા, રાજકોટ, ગીર સોમનાથ, પાટણ, અરવલ્લી, પાલનપુર, ભૂજ અને દાહોદ ખાતે એક-એક ટીમ તહેનાત કરાઈ છે. જ્યારે વડોદરા ખાતે ત્રણ અને ગાંધીનગર ખાતે એક ટીમ અનામત રાખવામાં આવી છે.

4 ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાતમાં અતિભારે અન્ય ભાગોમાં ભારે વર્ષા

પૂર્વ મધ્ય પ્રદેશમાં લો પ્રેશર નિર્માણ થવાના કારણે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ તેમજ રાજ્યના વિવિધ ભાગોમાં આગામી પાંચ દિવસ એટલે કે, 4 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ થશે. સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, કચ્છ વિસ્તારમાં લો-પ્રેશર નિર્માણ થવાથી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં ભારે વરસાદ થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

કયા ડેમમાં કેટલું પાણી આવ્યું ?

દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદથી તાપી નદી પરના ઉકાઈ ડેમમાં દૈનિક 53,500 ક્યુસેક પાણી તેમજ મધ્યપ્રદેશમાં નર્મદા કોચમેન્ટ વિસ્તારમાં વરસાદથી નર્મદા સરદાર સરોવર ડેમમાં દૈનિક 9,500 ક્યુસેક પાણીની આવક થઈ છે. સૌરાષ્ટ્રમાં થઈ રહેલા વરસાદના પરિણામે કેટલાક ડેમ હાઈ એલર્ટ અને એલર્ટ પર મૂકાયા છે.રાજ્યના કુલ 204 ડેમમાંથી 12 ડેમોમાં 50 ટકા પાણીની આવક થઈ છે.

વધુ વરસાદવાળા વિસ્તારોમાં એન.ડી.આર.એફ.ની ટીમોની સાથે વહીવટી તંત્રને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે. સાથે જ એન.ડી.આર.એફની 15 ટીમ પણ તહેનાત કરવામાં આવી છે. જેમાં નવસારી, વલસાડ, ઓલપાડ, ઉપલેટા, રાજકોટ, ગીર-સોમનાથ, પાટણ, અરવલ્લી, પાલનપુર, ભૂજ અને દાહોદ ખાતે એક-એક ટીમ તહેનાત કરવામાં આવી છે. જ્યારે વડોદરા ખાતે ત્રણ અને ગાંધીનગર ખાતે એક ટીમ મૂકવામાં આવી છે. બનાસકાંઠાના વાવ અને થરાદ તાલુકાઓમાં ભારે વરસાદને કારણે ઘણું નુકસાન થયું છે અને ત્યાં રાહત-બચાવની કામગીરી ચાલી રહી છે.

Related posts

નરાધમોને હવે ફાંસીનો પણ ડર નથી. સુરતમાં ઉધના રેલવે ટ્રેક નજીક ઝૂંપડપટ્ટીમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના

Newsgujarati

રાજકોટ જેલમાં હત્યાની કોશિશના કેદી પર પાંચ કેદીએ કર્યો હુમલો

Newsgujarati

ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજ સૌને જોડવાનું કામ કરે છે: મુખ્યમંત્રી

Newsgujarati