અપરાધ

નર્મદાના વાલ્વ ભંગાણમાં ખોટી ધરપકડ કરી હોવાના આક્ષેપ સાથે કરણીસેનાએ પોલીસ સ્ટેશનમાં રામધૂન બોલાવી

રિપોર્ટર:ઘીરેન રાઠોડ
રાજકોટ નજીક થોડા દિવસ પહેલા સૌની યોજના હેઠળ પસાર થતી પાઇપલાઇનના વાલ્વનું પૃથ્વીરાજ જાડેજા દ્વારા ભંગાણ કરવામાં આવ્યું હતું. આથી એક દિવસ રાજકોટ આખું પીવે તેટલો પાણીનો બગાડ થયો હતો. આથી પોલીસે તેને ઝડપી લેતા આજે વાડાળી ગામ, કરણીસેના અને રાષ્ટ્રીય રાજપૂત ક્ષત્રિય સમાજના મોટી સંખ્યામાં લોકો આક્રોશ સાથે આજીડેન પોલીસ સ્ટેશનમાં ધસી આવી ધરણા પર બેસી રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

પોલીસે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપતા સમાધાન થયું

પોલીસ સ્ટેશને આવેલા લોકોએ પૃથ્વીરાજ જાડેજાની ખોટી રીતે ધરપકડ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. તેમજ પોલીસને લેખિતમાં રજૂઆત કરી હતી. આથી ઇન્ચાર્જ અધિકારી એમ.જે.રાઠોડે જણાવ્યું હતું કે, પોલીસે પૃથ્વીરાજ જાડેજાની ધરપકડ કરી છે.

સૌની યોજના અંતર્ગત લાપાસરીમાંથી પાઇપ લાઇન પસાર થાય છે તેમાં વાલ્વનું ભંગાણ કરવામાં આવ્યું હતું. હાલ આરોપી જેલહવાલે છે. પોલીસે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપતા સમાધાન થયું હતું.

Related posts

રાજકોટમાં રૂ.6.50 લાખનું સોનું આેળવી જનાર ગઢડાના બે સહિત ત્રણ ઝડપાયા

Newsgujarati

પિતા બાદ પુત્રની હત્યાના વિરોધમાં રાજકોટમાં દલિતોઓએ રસ્તા રોકો આંદોલન કર્યું

Newsgujarati

ગોંડલઃ રંગીનમીજાજી કારખાનેદારે મહિલા કર્મચારીને મીઠી મીઠી વાતો કરવી પડી ભારે, મોહપાશમાં ફસાવવા જુદા જુદા પેંતરા રચીને પ્રેમજાળમાં ફસાવવા પ્રયાસ કર્યો હતો

Newsgujarati