રાજનીતિ

કર્ણાટકમાં ફરી ભાજપ સરકાર, સાંજે યેદિયુરપ્પા સરકારની શપથવિધિ યોજાશે

બેંગ્લુરુ: કર્ણાટકમાં ગમે તે ક્ષણે રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે તેવી સંભાવનાઓ વચ્ચે કર્ણાટક ક્રાઈસીસમાં નિર્ણાયક વળાંક આવ્યો છે. આજે શુક્રવારે સવારે ભાજપના યેદિયુરપ્પા રાજ્યપાલ વજુભાઈ વાળા પાસે સરકાર રચવાનો દાવો લઇને પહોંચ્યાં હતાં. તેમણે આજે જ શપથગ્રહણ યોજવાનો આગ્રહ પણ રાખ્યો જેને રાજ્યપાલ વજુભાઈએ મંજૂર કરી દીધો છે. આજે સાંજે 6 વાગ્યો શપથગ્રહણ વિધિ યોજાશે. જોકે તેમને માટે પણ બહુમત માટે112 સભ્યોનું સમર્થન જાદૂઈ આંકડો બનશે.

આ પહેલાં જણાવાયું હતું કે વિધાનસભા અધ્યક્ષ કે.આર. રમેશ જ્યાં સુધી કોંગ્રેસ અને જેડી એસના બાગી ધારાસભ્યોના રાજીનામાં પર નિર્ણય નહીં કરે ત્યાં સુધી કર્ણાટકમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે તેવી શક્યતા છે. હકીકતમાં અહીં ચાલી રહેલી અનિશ્ચિતતાઓની વચ્ચે ભાજપ સરકાર બનાવવા માટેનો દાવો રજૂ કરવાની ઉતાવળમાં ન હોવાનું માનવામાં આવ્યું હતું.

જપને એ પણ સ્પષ્ટ ન હતું કે બાગી ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાની કોંગ્રેસ અને જેડી એસની માગ પર વિધાનસભા અધ્યક્ષ શું નિર્ણય લેશે. બંન્ને દળોએ વ્હિપનું ઉલ્લંઘન કરવા પર અધ્યક્ષ પાસે આ ધારાસભ્યો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી છે. સ્પીકરે જોકે ત્રણ એમએલએને ગેરલાયક ઠેરવી દીધાં છે.10 જુલાઈએ જ કોર્ટ પાસેથી આ લોકોએ અધ્યક્ષને રાજીનામાં સ્વીકાર કરવાના નિર્દેશ આપવાની માગણી કરી હતી. તેમનું કહેવું હતું કે, અધ્યક્ષના કહેવા પર અમે બીજી વખથ અમારા રાજીનામાં મોકલી આપ્યાં છે.

બાગી ધારાસભ્યોના રાજીનામાં સ્વીકાર નહીં કરવામાં આવે ત્યાં સુધી વિધાનસભા સભ્યોની કુલ સંખ્યા 225 હતી. જેમાંથી એક નોમિનેટેડ ધારાસભ્ય સામેલ છે. બહુમત સાબિત કરવા માટે 113નો આંકડો જરૂરી છે. ભાજપનું કહેવું છે કે, સરકાર બનાવ્યા પછી રાજ્યપાલ અમને બહુમત સાબિત કરવા માટે કહે તો અપક્ષ ધારાસભ્યોના સપોર્ટ પછી પણ અમે બહુમત માટે જરૂરી સંખ્યાથી 6 નંબર દૂર રહી જશું.

જો રાજ્યપાલ બાગી ધારાસભ્યોના રાજીનામાં સ્વીકાર કરી લે અથવા તો તેને અયોગ્ય જાહેર કરે તો સદનમાં સભ્યોની સંખ્યા ઘટીને 210 રહી જશે. આ સ્થિતિમાં બે અપક્ષ ધારાસભ્યોની મદદથી ભાજપ બહુમત સાબિત કરવાની સ્થિતિમાં આવી જશે. આ ઉપરાંત જો બાગી ધારાસભ્યોના રાજીનામાંનો સ્વીકાર અથવાતો તેમને અયોગ્ય જાહેર કરવામાં આવશે તો છ મહિનાની અંદરમાં 15 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી કરવી પડશે.

Related posts

મહારાષ્ટ્રનાં અહમદનગરમાં એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરીની તબીયત ખરાબ થઇ ગઇ અને તેઓ સ્ટેજ પર જ બેભાન થઇ ગયા.

Newsgujarati

ગુજરાતમાં 61 % મતદાન થયું, સૌથી વધુ વલસાડમાં 74 % અને સૌથી ઓછુ અમરેલી 53.16 %

Newsgujarati

17મી લોકસભાના પહેલા સત્રની શરૂઆતઃ મોદી-શાહ સહિત નવા ચૂંટાયેલા સાંસદોએ શપથ ગ્રહણ કર્યા

Newsgujarati

ટિપ્પણી મૂકો