અપરાધ

આસારામ આશ્રમમાં દીપેશ-અભિષેક અપમૃત્યુ કેસ તપાસ પંચનો રિપોર્ટ વિધાનસભામાં રજૂ

અમદાવાદ: આસારામ આશ્રમમાં દીપેશ-અભિષેક અપમૃત્યુ કેસની ન્યાયિક તપાસ માટે રચાયેલા બે અલગ અલગ તપાસ પંચોના રિપોર્ટ શુક્રવારે સરકાર વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. તપાસના રિપોર્ટમાં દિપેશ અભિષેક અપમૃત્યુ કેસમાં આશ્રમની ભુલ હોવાનો ખુલાસો થયો છે. આશ્રમ મેનેજમેન્ટની નિષ્કાળજીથી આ ઘટના બની છે. આ સિવાય પોલીસ અને CID ક્રાઈમની તપાસમાં કોઈ ક્ષતિ નહીં હોવાનું કહેવામાં આવ્યું છે.

દીપેશ-અભિષેક અપમૃત્યુ કેસ મામલે રચાયેલા ડી. કે. ત્રિવેદી તપાસ પંચનો રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યા છે. હાલ આ મામલે પુનઃતપાસની માગ કરતી અરજી સેશન્સ કોર્ટમાં પેન્ડિંગ છે. જેના પર સુનાવણી બાકી છે.

આજે દિપેશ, અભિષેક અપમૃત્યુ કેસ તપાસ પંચનો અહેવાલ ગુજરાત વિધાનસભાના મેજ પર મુકાયો હતો. આ કેસની તપાસ કરી રહેલા પંચે જણાવ્યું છે કે, 10 વર્ષથી નીચેના બાળકોને ગુરુકુળમાં પ્રવેશ ન આપવા ટકોર કરી છે. પરંતુ પંચે એક આશ્ચર્યજનક વાત જણાવી છે. આશ્રમમાં બંનેનું મૃત્યું તાંત્રિક વિધિના કારણે ન થયું હોવાનું પંચે જણાવ્યું છે. પંચને પોતાની તપાસમાં તાંત્રિક વિધિ અંગેના કોઇ પુરાવા મળ્યા નથી. પંચે પોતાના રિપોર્ટમાં ગૃહને જણાવ્યું કે, બન્ને બાળકોના મોત પાણીમાં ડુબવાથી થયા છે.

આશ્રમ છોડીને જનારા કેટલાક સાક્ષીઓનું નિવેદન પણ તપાસ પંચે જણાવ્યું છે. આ સિવાય આશ્રમમાં તાંત્રિક વિધિ થઈ હોવાનું સાક્ષીઓનું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું. જો કે પંચે જણાવ્યું હતું કે, બન્ને સાક્ષીઓના નિવેદનોમાં સંલગ્ન પુરાવાઓનો અભાવ છે. કોઈ પણ સાક્ષી પાસે બંને બાળકોના મૃત્યુને લઈને વિગતો પૂર્ણ નથી.

પંચે જણાવ્યું કે, બાળકોના મેડિકલ રિપોર્ટના આધારે બાળકોના મૃત્યુ ડૂબી જવાના કારણે થયા હતા. બાળકોના મૃતદેહમાંથી એક પણ અંગ ગાયબ થયાના પુરાવા મળ્યા નથી. આશ્રમમાં આસારામ કે નારાયણ સાંઈ દ્વારા તાંત્રિક વિધિ થતી હોય એવા પણ કોઇ પુરાવા મળ્યા નથી. જો કે આશ્રમ છોડી દેનાર કેટલાક સાક્ષીઓ દ્વારા આશ્રમમાં તાંત્રિક વિધિ થઈ હોવાનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, દીપેશ-અભિષેક અપમૃત્યુ કેસ અંગે વર્ષ 2008માં રચાયેલ જસ્ટિસ ડી. કે. ત્રિવેદી તપાસ પંચનો રિપોર્ટ વર્ષો પહેલાં સરકારને સોંપવામાં આવ્યો હોવા છતાંયે સરકાર તેને જાહેર કર્યો નહોતા. ગતવર્ષે આ મુદ્દે વિધાનસભામાં મારામારીના દશ્યો પણ સર્જાયા હતા.

Related posts

“ઢબુડી” ધર્મ ના નામે લોકો સાથે છેતરપિંડી,પોલીસ ફરિયાદ નોંધાયા બાદ “ધનજી ઓડ” ભૂગર્ભમાં !!

Newsgujarati

ઉના સનખડા ગામે: ખેતરમાં ગાંજો ઉગાડનાર ખેડૂતની ધરપકડ, 16 છોડ જપ્ત

Newsgujarati

નરાધમોને હવે ફાંસીનો પણ ડર નથી. સુરતમાં ઉધના રેલવે ટ્રેક નજીક ઝૂંપડપટ્ટીમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના

Newsgujarati