ગુજરાત બ્રેકિંગ

ભુજ ના માનકૂવા અને સામત્રા વચ્ચે ટ્રક અને રિક્ષા ધડકાભેર અથડાતા 10નાં મોત

આજે બપોરે કચ્છમાં એક ગમખ્વાર અકસ્માત થયો હતો. કચ્છના માનકૂવા અને સામત્રા વચ્ચે થયેલા અકસ્માતમાં એક ટ્રક અને છકડો ધડાકાભેર અથડાયા હતા. અકસ્માત થતાની સાથે જ ઘાયલોની ચિચિયારીથી ચાલકો થંભી ગયા હતા. આ અકસ્માતમાં 10 લોકોના મોતન થયા છે જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા હોવાની થયા છે.


અકસ્માત થતાની સાથે જ ઇમરજન્સી સારવાર માટે 108ને જાણ કરવામાં આવી હતી. ધાયલોને ભુજની અદાણી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.108ની ચાર ટીમો ઘટના સ્થળે આવી પહોંચતા ઇજાગ્રસ્તોને નજીકના દવાખાને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
અકસ્માતના પગલે માનકૂવા પોલીસ પણ ઘટના સ્થળે જવા રવાના થઈ છે. આ અકસ્માતમાં મૃતકોને ટેમ્પોમાં હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે રીક્ષામાં સવાર તમામ લોકોને ગંભીર ઇજાઓ થઈ હતી તો કુલ 10 લોકોનાં મોત થયા હતા.

Related posts

ગુજરાતમાં રાજ્યસભાની 2 સીટો માટે યોજાશે ચૂંટણી,અમિત શાહ, સ્મૃતિ ઈરાની વિજેતા બનતા

Newsgujarati

હવે કેબલ ઓપરેટરોની મનમાની નહીં ચાલે, ડિસેમ્બર સુધીમાં આવશે ખુશખબરી!

Newsgujarati

રાજકોટ પાક વીમાના મુદ્દે ખેડૂતો લડી લેવાના મૂડમાં, રેલી પહેલાં જ ખેડૂતોની અટકાયત

Newsgujarati