ગુજરાત બ્રેકિંગ

ઓપી કોહલીને વિદાય આપ્યા બાદ,ગુજરાતના નવા રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રત નિમાયા

ગુજરાતના રાજ્યપાલ પદે આચાર્ય દેવવ્રતની નિમણૂંક કરવામાં આવી છે. ઓપી કોહલીનો ગુજરાતના રાજ્યપાલ તરીકેનો કાર્યભાર પૂરો થતાગ હિમાચલના રાજ્યપાલને ગુજરાતના રાજ્યપાલ બનાવી દેવામાં આવ્યા છે. જ્યારે . હિમાચલ પ્રદેશના રાજ્યપાલ તરીકે કલરાજ મિશ્રાને નિયુક્ત કરવામાં આવ્યા છે.

રાષ્ટ્રપતિ ભવનથી મળતી માહિતી પ્રમાણે, બંને રાજ્યપાલોની નિયુક્તિના આદેશ જાહેર કરી દેવામાં આવ્યા છે. આચાર્ય દેવવ્રત અને કલરાજ મિશ્ર પોતપોતાના રાજ્યોમાં પોતાના પદ સંભાળ્યા બાદથી તેમની નિયુક્તિ પ્રભાવી થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આચાર્ય દેવવ્રત હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનતાં પહેલા હિમાચલના કુરુક્ષેત્રના ગુરુકુળના આચાર્ય હતા. 18 જાન્યુઆરી 1959ના રોજ જન્મેલા આચાર્ય દેવવ્રત ગુરુકુળમાં 1981થી આચાર્ય હતા. આ સંસ્થાનું સંચાલન આર્ય પ્રતિનિધિ સભા, રોહતક દ્વારા કરવામાં આવી રહ્યું છે.

Related posts

રાહુલ ગાંધી 15મી એપ્રિલ ઉપરાંત 19મીએ પણ ગુજરાત આવશે, આ જગ્યાએ સભા ગજવશે

Newsgujarati

કશ્યપ રાવલ કસ્ટડીયલ મોત મામલે PSI સહિત ચાર પોલીસ કર્મીઓને સસ્પેન્ડ

Newsgujarati

રાહુલ ગાંધીના સમર્થનમાં સુત્રોચ્ચાર: ‘હમારા નેતા કેસા હો રાહુલ ગાંધી જેસા હો’ના નારા સાથે કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા

Newsgujarati

ટિપ્પણી મૂકો