અપરાધ બ્રેકિંગ

પાંડેસરામાં ટપોરી યુવકે ધોરણ-૧૦ની વિદ્યાર્થિનીના પેટ પર ચપ્પુ મૂકી, ‘મને તારી સાથે ફ્રેન્ડશીપ કરવી છે’ કહી ધમકાવી…

પાંડેસરા, પિયુષ પોઈન્ટ પાસેની શાળામાં પ્રવેશી ટપોરી યુવકે ધોરણ-૧૦ની વિદ્યાર્થિનીના પેટ પર ચપ્પુ મૂકી, ‘મને તારી સાથે ફ્રેન્ડશીપ કરવી છે’ કહી ધમકાવી હતી. પાંડેસરાના યુવકે કરેલી હરકતો શાળાના સીસીટીવી કેમેરામાં કેદ થતાં તેની વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ પાંડેસારા, પિયુષ પોઈન્ટ પાસેની શાળામાં ધોરણ-૧૦માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને સ્થાનિક વિસ્તારનો નવલ પાટીલ નામનો ટપોરો યુવાન છેલ્લા એકાદ માસથી પરેશાન કરી રહ્યો હતો. દરમિયાન ગઈકાલે બપોરે નવલ પાટીલ વિદ્યાર્થિનીની શાળામાં પ્રવેશી ગયો હતો. ત્યારબાદ નવલે ક્લાસ રૂમમાં આવી વિદ્યાર્થિનીને ધક્કો મારી દિવાલ તરફ ધકેલી દીધી હતી, અને તેના કમરના ભાગે રાખેલો ચપ્પુ કાઢી તેણીના પેટ પર મૂકી દીધો હતો. આ દ્રશ્ય સીસીટીવીમાં કેમેરામાં આવી જતા પ્રિન્સીપાલે વિદ્યાર્થિનીના પિતાને બોલાવી જાણ કરી હતી.

આ મામલે પિતાએ વિદ્યાર્થિીનીને પૂછતા નવલ છેલ્લા એકાદ માસથી પીછો કરી ફ્રેન્ડશીપ કરવા દબાણ કરી છેડતી કરતો હોવાનું જણાવ્યું હતું. ગઈકાલે પણ નવલે તેણીને ચપ્પુ બતાવી ફ્રેન્ડશીપ કરવા દબાણ કર્યું હતું, અને ફ્રેન્ડશીપ નહીં કરે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ મામલે પાંડેસરા પોલીસે ગુનો નોંધી નવલની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

Related posts

ગુજરાતમાં અગન વર્ષાઃ અમદાવાદમાં આજે ઓરેન્જ તો 26 એપ્રીલે રેડ એલર્ટ

Newsgujarati

સુપ્રીમના ચીફ જસ્ટિસ સામે ષડયંત્રની તપાસ નિવૃત જજને સોંપાઈ

Newsgujarati

મહારાષ્ટ્રના કોલ્હાપુર, સાંગલી, સતારામાં વરસાદ

Newsgujarati

ટિપ્પણી મૂકો