મનોરંજન

ફિલ્મ ‘નો એન્ટ્રી’ની સિક્વલમાં તારા સુતરિયા દેખાઈ શકે છે

બોલિવૂડ ડેસ્ક: આ વર્ષે ‘સ્ટુડન્ટ ઓફ ધ યર -2’ ફિલ્મથી ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરનાર તારા સુતરિયાને ઘણી ફિલ્મોની ઓફર મળવા લાગી છે. તેણે હાલમાં જ સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સાથે ‘મરજાવાં’ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે. હવે તે સુનિલ શેટ્ટીના દીકરા અહાન શેટ્ટીની ડેબ્યુ ફિલ્મ ‘આરએક્સ 100’ની હિન્દી રિમેકનું શૂટિંગ શરૂ કરવાની છે. હવે સૂત્રો દ્વારા એવી માહિતી મળી રહી છે કે તારા ‘નો એન્ટ્રી’ ફિલ્મની સિક્વલમાં પણ દેખાઈ શકે છે. તે હાલમાં જ ડિરેક્ટર અનીસ બાઝમીને આ ફિલ્મ માટે મળી હતી.

‘નો એન્ટ્રી’ ફિલ્મ 2005માં રિલીઝ થઇ હતી. ફિલ્મમાં અનિલ કપૂર, સલમન ખાન અને ફરદીન ખાન લીડ રોલમાં હતા. સાથે ફિલ્મની સ્ટારકાસ્ટમાં લારા દત્તા, બિપાશા બાસુ, સેલિના જેટલી અને સમીરા રેડ્ડી પણ હતાં.

Related posts

અથિયા શેટ્ટી, ક્રિકેટર લોકેશ રાહુલ એકબીજાનાં પ્રેમમાં છે?

Newsgujarati

અંતરંગ સીનનાં શૂટિંગ સમયે પ્રકાશ ઝાને કારણે અસહજ થઇ ગઇ હતી હિરોઇન

Newsgujarati

મોલમલ્ટિપ્લેક્સ દ્વારા પાર્કિંગ ચાર્જ મુદ્દે હાઈકોર્ટેનો ચૂકાદો, ભાવ નક્કી કર્યાં

Pagdandi