મનોરંજન

હિમેશ રેશમિયા દિલજિત દોસાંજ અને યામી ગૌતમ સ્ટારર કોમેડી ફિલ્મ માટે મ્યુઝિક કમ્પોઝ કરશે

બોલિવૂડ ડેસ્ક: પંજાબી એક્ટર અને સિંગર દિલજિત દોસાંજ અને યામી ગૌતમ એક ફન રોમેન્ટિક કોમેડી ફિલ્મમાં સાથે કામ કરશે. આ ફિલ્મ માટે હિમેશ રેશમિયા મ્યુઝિક આપવાનો છે. હાલ તો હિમેશ એક્ટિંગ પર ફોકસ કરી રહ્યો છે પરંતુ આ ફિલ્મ માટે તે મ્યુઝિક કમ્પોઝ કરવાનો છે. ફિલ્મનું ટાઇટલ હજુ જાહેર કરાયું નથી. મેકર્સ આ ફિલ્મને સેન્સિબલ કોમેડી તરીકે ગણાવી રહ્યા છે અને ફિલ્મની સ્ટોરી લીડ કપલ યામી અને દિલજિતની આસપાસ હશે. આ ફિલ્મને ‘ચલતે ચલતે’, ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ ફેમ ડિરેક્ટર અઝીઝ મિર્ઝાનો દીકરો હરૂન મિર્ઝા ડિરેક્ટ કરશે. હરૂને તેના પિતાને ઘણા પ્રોજેક્ટમાં આસિસ્ટ કર્યો હતો. હવે તે જાતે ફિલ્મ ડિરેક્ટ કરવાના છે.

આ ફિલ્મને રમેશ તૌરાની પ્રોડ્યૂસ કરવાના છે. ફિલ્મ માટે મેકર્સ બીજી એક્ટ્રેસની પણ શોધ કરી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટમાં શરૂ થશે. આ ફિલ્મ લાઈટ હાર્ટેડ કોમેડી હશે.

આ ફિલ્મને નીરજ વોરાએ લખી છે. તેઓ 2017માં મૃત્યુ પામ્યા તે પહેલાં તેમણે લખેલી છેલ્લી સ્ક્રિપ્ટ્સમાંની આ એક સ્ક્રિપ્ટ છે. નીરજ વોરા એકટર, ડિરેક્ટર અને રાઇટર હતા. તેમણે ‘ફિર હેરા ફેરી’, ‘ભૂલ ભુલૈયા’ જેવી ફિલ્મો લખી હતી, ‘ખિલાડી 420’, ‘ફિર હેરા ફેરી’ જેવી ફિલ્મો ડિરેક્ટ કરી હતી.

Related posts

ફિલ્મ ‘નો એન્ટ્રી’ની સિક્વલમાં તારા સુતરિયા દેખાઈ શકે છે

Newsgujarati

IPL 2019: પોતાની પ્રથમ મેચની કમાણી પુલવામા શહીદોના પરિવારોને આપશે CSK

Newsgujarati

ત્રણ પેઢીથી એક જગ્યાએ ગરબા રમતાં અડાજણના પાંચ ફળિયાના રહિશો

Pagdandi Admin