ગુજરાત ટૉપ 10 બ્રેકિંગ

દક્ષિણ/ મધ્ય ગુજરાતમાં બારે મેઘ ખાંગા, 24 કલાકમાં વડોદરા- ડભોઈમાં 3 ઇંચ વરસાદ રસ્તાઓ તૂટીને ધોવાઈ ગયા

દક્ષિણ ગુજરાત અને મધ્ય પ્રદેશને અડીને આવેલા વિસ્તારોમાં સર્જાયેલા હવાના ચક્રવાતની અસરને પગલે આજે બારે મેઘ ખાંગાની સ્થિતિ સર્જાવા પામી હતી, જેમાં ગઈકાલથી શરૂ થયેલા વરસાદે સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના આજે સવારે છ વાગ્યા સુધીના વિતેલા ૨૪ કલાકમાં ૨૨૦ મિ.મી. લેખે સાડા આઠ ઈંચ જેટલો અતિભારે વરસાદ નોંધાયો હતો. જે વરસાદ આજે પણ દિવસ દરમિયાન ચાલુ રહેતા આજે વધુ એક ઈંચ વરસાદ નોંધાતા તાલુકામાં જળબંબાકારની સ્થિતિ છવાઈ ગઈ છે. ખાસ કરીને અવિરત વરસાદને કારણે તાલુકાના મોટાભાગના તમામ રસ્તાઓ તૂટીને ધોવાઈ ગયા છે. જેમાં તાજેતરમાં બનેલા નવા ડામરના રસ્તાઓ ઉપર પાણી ફરી વળતા વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

જ્યારે જિલ્લામાં આજે દિવસ દરમિયાન મહુવામાં ૫૦ મિ.મી. લેખે બે ઈંચ, સુરતમાં એક મિ.મી. માંડવી ૧૬, માંગરોળ ૧૬, બારડોલીમાં છ, ચોર્યાસી અને કામરેજમાં બે અને પલસાણામાં પાંચ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

વલસાડ પંથકમાં શુક્રવારની રાત્રિ દરમિયાન વરસાદની નવી ઈનિંગ શરૂ થતાં ગત રાત્રિથી આજે સાંજે ચાર સુધીમાં વાપીમા ૪.૨ ઈંચ, વલસાડ ૩.૫૬, કપરાડા ૨.૨૪ અને પારડીમાં બે ઈંચ વરસાદ પડયો હતો. વરસાદને પગલે દમણગંગા નદીમાં જળસ્તરનો વધારો થયો હતો.
જ્યારે ડાંગ જિલ્લામાં ગિરિમથક સાપુતારામાં ત્રણ ઈંચ વરસાદ સાથે ઉપરવાસના વિસ્તારોના અતિભારે વરસાદને કારણે ગિરા ધોધ સોળ કળાએ ખીલ્યો છે અને તેના ધસમસતા પાણીના પ્રવાહને માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઊમટી રહ્યા છે. જ્યારે સુબીરમાં ૫૬ મિ.મી., વઘઈમાં ૪૬ અને આહવામાં ૨૫ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

તાપી જિલ્લામાં પણ મેઘમહેર યથાવત રહેતા આજે દિવસ દરમિયાન ડોલવણ તાલુકામાં ત્રણ ઈંચ વરસાદ પડયો હતો. જ્યારે કુકરમુંડામાં ૫૨ મિ.મી., વ્યારા ૨૩, વાલોડ ૪૮, સોનગઢ ૨૧, ઉચ્છલ ૧૦ અને નિઝરમાં ૨૫ મિ.મી. વરસાદ પડયો હતો. ખાસ કરીને ઉચ્છલમાં આજે થોડા વરસાદમાં ગટરિયા પાણી બેક મારતા બાબરઘાટમાં રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા.
નવસારી જિલ્લામાં પણ ભારે વરસાદ નોંધાતા ખેરગામમાં સવા ત્રણ ઈંચ, નવસારી શહેરમાં બે, જલાલપોર અને ચીખલીમાં પોંણા બે ઈંચ તથા વાંસદામાં આઠ મિ.મી. વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે જિલ્લાની લોક માતાઓ બે કાંઠે વહેતી થઈ છે અને નવા નીર આવતા પંથકમાં ખુશીની લાગણી ફેલાઈ છે.

હથનુર ડેમમાંથી પંદર હજાર કયુસેક પાણી છોડાયું

વિતેલા બે દિવસ દરમિયાન તાપી નદીના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે આજે મહારાષ્ટ્ર સ્થિત હથનુર ડેમમાંથી પંદર હજાર કયુસેક જેટલું નજીવી માત્રાનું પાણી છોડાયું હતું. આજે હથનુરની સપાટી ૨૦૯.૯૦ મીટર નોંધાઈ હતી અને તેની ભયજનક સપાટી ૨૧૧ મીટર ઉપર છે. જયારે આજે દિવસભર ઉપરવાસમાં કયાંય વરસાદ નોંધાયો ન હતો. જયારે હથનુરથી ઉકાઈ તરફના રસ્તામાં મોટાપાયે ચેકડેમ બન્યા છે અને તે પણ ખાલી હોય ઉકાઈમાં કેટલું પાણી આવે છે એ મહત્વનું છે.

Related posts

રાજકોટમાં બક્ષીપંચ મોરચાનું મહાસંમેલન યોજાયું ગુજરાતની ૨૬ બેઠક ઉપર વિજય વિશ્વાસ સાથે કમળ ખીલશે નરેન્દ્રભાઈ સોલંકી

Newsgujarati

અમદાવાદ, સુરત અને રાજકોટની મળીને જે ચાર પ્રીલીમીનરી TP ને,કુલ ૮૨ યોજનાઓ મંજૂર

Newsgujarati

રાજકોટ મહાનગરપાલીકાના ફુડ વિભાગ દ્વારા 6 આઇસ ફેક્ટરીમાં દરોડા

Newsgujarati