સ્થાનિક મુદ્દાઓ

રાજકોટ શહેરમાં ટી.પી. પ્લોટમાં નાના ધંધાર્થીઓ માટે ફૂડ સ્ટ્રીટ બનાવવાનું આયોજન

રિપોર્ટર: ઘીરેન રાઠોડ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષના બજેટમાં અમદાવાદ શહેરમાં કાકરીયા તળાવ પાસે આવેલી હાઇજેનિક ફૂડ સ્ટ્રીટની થીમ પર રાજકોટ શહેરમાં પણ હાઇજેનિક ફૂડ સ્ટ્રીટ બનાવવા જરૂરી બધી જોગવાઈ કરવામાં આવેલ.રૈયા ટી.પી. સ્કીમ નં.૦૬ના પ્લોટ નં.૧૮૨ જેનું ક્ષેત્રફળ ૫૦૦૦ ચોરસ મીટર છે. હાલ, આ પ્લોટનો ઉપયોગ સિટી બસ માટે થઇ રહ્યો છે. જયારે ૧૫૦ ફૂટ રીંગ રોડ અને શીતલ પાર્ક મુખ્ય સ્થાને લાગુ ટી.પી. સ્કીમ નં.૦૬ના પ્લોટ નં.૧૦૫૩ જેનું ક્ષેત્રફળ ૫૭૦૦ ચોરસ મીટર છે.

ટી.પી. પ્લોટમાં નાના ધંધાર્થીઓ માટે ફૂડ સ્ટ્રીટ

આ પ્લોટમાં અગાઉ ગાર્બેજ સ્ટેશન હતું. હાલ, ગાર્બેજ સ્ટેશન ટ્રાન્સફર થઇ ગયેલ છે, જેથી ગાર્બેજ સેન્ટર અને તેને લાગુ પ્લોટ ખાલી છે. આ પ્લોટમાં ફૂડ સ્ટ્રીટ બનાવવા માટે અનુકુળ જણાયેલ છે. જેથી આ પ્લોટની પુરતી માપ સાઈઝ, ફૂડ સ્ટ્રીટ માટેનું આયોજન, કેટલા લાભાર્થીઓ, ધંધાર્થીઓ ઉભા રહી શકે તે તમામ બાબતે સ્થળ મુલાકાત લેતા, મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, એસ્ટેટ કમિટી ચેરમેન પ્રીતિબેન પનારા, સિટી એન્જીનીયર દોઢિયા, ડેપ્યુટી એન્જીનીયર વાઘેલા, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ વેગડ, ડી.બી. જાડેજા, વિગેરે ઉપસ્થિત રહેલ અને અધિકારીઓને સુચના આપેલ.

રાજકોટ શહેરમાં પણ હાઇજેનિક ફૂડ સ્ટ્રીટ બનાવવા જરૂરી

હાઇજેનિક ફૂડ સ્ટ્રીટમાં શહેરીજનોને કુદરતી તત્વોથી ભરપુર અને પૌષ્ટિક નાસ્તો, મળી રહે તેમજ નાના ધંધાર્થીઓને રોજગાર મળી રહે તેવા હેતુથી ફૂડ સ્ટ્રીટ બનાવવાનું આયોજન કરવામાં આવેલ.

Related posts

સુરતમાં હાર્દિક પટેલના પૂતળાનું દહન, ‘સમાજનો ગદ્દાર’ના નારા લાગ્યા,રાજકીય લાભ ખાટવા 14 પાટિદારોનો ભોગ લીધો

Newsgujarati

વીગર મુસલમાનોને અલગ કેમ્પમાં રાખવાના નિર્ણયને ચીને યોગ્ય ગણાવ્યો

Pagdandi Admin

CJI પર આરોપને લઈને સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ, કહ્યું- અમે તેના મૂળ સુધી તપાસ કરીશું

Newsgujarati