સ્થાનિક મુદ્દાઓ

કોટડાસાંગાણી પોલીસ સ્ટેશનમાં ૪ ક્ષત્રિય લોકો સામે થયેલ ખોટી ફરિયાદ યુવા રાજપૂત સમાજ અને કરણીસેનાના કાર્યકરો કલેકટર કચેરીએ આવેદન પાઠવી

ઘીરેન રાઠોડ રિપોર્ટર: રાજકોટ કોટડાસંગાણી તાલુકા યુવા રાજપૂત સમાજે કલેકટરને આવેદન પાઠવી કોટડાસાંગાણી પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૯/૧૯ ના કામમાં પોલીસે ચાર આરોપી મહેન્દ્રસિંહ ભીખુભા જાડેજા, અજયસિંહ ઉર્ફે ધનુભા ચંદુભા જાડેજા, હરદીપસિંહ ઉર્ફે ભાણો બહાદુરસિંહ ગોહીલ, દીપેન્દ્રસિંહ ઉર્ફે બાડો અજીતસિંહ જાડેજાને આ ગુન્હામં કોઇપણ જાતની વ્યાજબી અને ન્યાયીક તપાસ કર્યા વગર માત્ર પછાત જ્ઞાતીના આગેવાનોની દબાણના કારણે ખોટી રીતે ફીટ કરી દીધેલ હોય ન્યાય મળવા અંગે માંગણી કરી હતી.

માણેકવાડાના ૪ થી પ લોકો નામ આપી રજૂઆતો સીઆઇડી ક્રાઇમના અધિકારીઓ ન્યાયી-તટસ્થ તપાસ કરો


કોટડાસાંગાણી તાલુકાના ક્ષત્રિય રાજપૂત સમાજ, શ્રી કરણીસેના, રાજકોટ તથા અન્ય સમાજના આગેવાનો તથા નાગરીકોની નમ્ર અરજ કરવાની કે ઉપરોકત ગુન્હામાં ફરીયાદીએ જે પોતાની ફરીયાદ લખાવેલ છે તે તદ્દન ઉપજાવી કાઢેલ અને હળાહળ ખોટી ફરીયાદ આપેલ છે.

આ ફરીયાદ અનુસંધાને ગુજરાતના દલીત સમાજના આગેવાન તથા ધારાસભ્ય જીજ્ઞેશભાઇ મેવાણી ફરીયાદ વખતે હાજર રહી અને મીડીયામાં જુદા જુદા આક્ષેપો કરી ગુજરનાર રાજેશ નાનજીભાઇ સોંદરવાની લાશ ન સ્વીકારવા અંગે પણ ઉપવાસ આંદોલન કરેલ હતા સરકાર ઉપર ગુજરાત લેવલે આંદોલનની ધમકીઓ આપેલ જેના અનુસંધાને પોલીસ કમીશ્નર ઉપર ખુબજ દબાણ આપવામાં આવેલ અને આંદોલનોની અને જાહેર સુલેહ શાંતીનો ભંગ ન થાય તેવા સંજોગોમાં સદરહું ફરીયાદ લેવામાં આવેલ અને આ બનાવને સી.આઇ.ડી.ક્રાઇમની તપાસની સોપણી કરવામાં આવેલ અને ખાસ કિસ્સામાં આવી તપાસ સોંપવામાં આવેલ છે.

આ લોકો પોલીસ સ્ટશનમાં ફરીયાદ કરવા આવે ત્યારે દલીત સમાજના આગેવાનો તથા મોટી સંખ્યામાં દલીત સમાજના માણસો હાજર રહી પોતાની મનમાની કરી હળાહળ જુઠી અને ખોટી ફરીયાદો નોંધાવે છ, તેવા સંજોગોમાં આ ગુન્હામાં ઉપરોકત ચારેય નામ વાળા મહેન્દ્રસિંહ ભીખુભા જાડેજા, અજયસિંહ ઉર્ફે ધનુભા ચંદુભા જાડેજા, હરદીપસિંહ ઉર્ફે ભાણો બહાદુરસિંહ ગોહિલ, દીપેન્દ્રસિંહ ઉર્ફે બાડો અજીતસિંહ જાડેજા આ બનાવમાં નિર્દોષ હોવા છતા દલીત સમાજના દબાણના કારણે આ ગુન્હામાં ફીટ કરી દેવામાં આવેલ છે.

Related posts

એઈમ્સનું નિમાર્ણ રોડ રસ્તા સહિતની ડિઝાઈન તૈયાર, 200 એકર જગ્યાનો આગામી સપ્તાહે કેન્દ્ર સરકાર કબજો સંભાળશેઃ દબાણો દૂર કરાયા

Newsgujarati

સર્વે: ગુજરાતમાં BJPને આટલી સીટો મળવાની સંભાવના, NDAને પૂર્ણ બહુમતી, જાણો કોંગ્રેસના હાલ

Newsgujarati

સંત સદારામ બાપા પંચમહાભૂતમાં વિલિન, CM સહિત અન્ય નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

Newsgujarati