સ્થાનિક મુદ્દાઓ

ગોંડલના રેલ્વે સ્ટેશન માં દરરોજ મોટી સંખ્યા મા પક્ષીઓના મોત ને લઈને પક્ષી પ્રેમીઓ માં રોષ

ગોંડલ: ગોંડલના રેલ્વે સ્ટેશનનું કલર કામ કરવામાં આવ્યુ છે ત્યાં ઉંચાઈ પર પારી એ પક્ષી બેસતા હોવાથી કલર ખરાબ ન થાય તેવા હેતુ થી તે પારી પર પક્ષી ન બેસે તે માટે જાળી લગાવા નાં બદલે કોઈ દોઢ ડાહ્યા એ તે પારી ઉપર ધાર દાર અણી વારા મોટા સુયા ફીટ કર્યા છે

જેને કારણે પક્ષી ત્યાં બેસે એટલે તે સુયા પક્ષીને ખૂંચી જાય છે અને દરરોજ કેટલાયે પક્ષીઓ ના મોત થાય છે.જેના કારણે પક્ષી પ્રેમીઓ અને જીવદયા પ્રેમીઓ માં રોષ ભભૂખ્યો છે આ સુયા વિષે ગોંડલ રેલ્વે સ્ટેશને પુછ પરછ કરતાં તે કોન્ટ્રાક્ટરે કર્યા હોવાનું જાણવા મળ્યુ છે

તે ધાર દાર સુયા ને હટાવવા માટે ની ભાવનગર અરજી કરવા નું જણાવતા ભાવનગર ખાતે અરજી કરેલ છે. પરંતુ અરજી મોકલ્યા ને દસ દીવસ થયા છતાં જવાબદાર લોકો તરફથી આજદિન સુધી કોઈ પગલા ભરવા માં આવ્યા નથી.અને દરરોજ પક્ષીઓ ના મોત થયા કરે છે.

Related posts

સાજિદ ખાન ઘટિયા કિસમ કા આદમી હૈ

Pagdandi Admin

જોડિયા તાલુકાના બાલંભા ગામના ફિલ્ટર પ્લાન્ટ માંથી ટેન્કરો દ્વારા પાણી ચોરીનું “કૌભાંડ”

Newsgujarati

જામકંડોરણાના સાતોદડ ગામે વર્ષો જૂનો પુલ ધરાશાઇ, વાહનચાલકો અટવાયા

Newsgujarati