અપરાધ

બોટાદ દલિત સરપંચની હત્યાની શંકા, પોલીસ રક્ષણ ન મળ્યું હોવાનો આરોપ

પોલીસ રક્ષણ ન મળ્યું હોવાનો આરોપ દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ સોશિયલ મીડિયા પર આરોપ લગાવ્યો કે મૃતક દલિત સરપંચે રાજ્યના DGPને રૂબરુ મળી પોલીસ રક્ષણ માટે રજૂઆત કરી હતી,

બોટાદઃ રાજ્યમાં દલિતો પર અત્યાચારની ઘટનાઓ બંધ થવાનું નામ નથી લેતી, વધુ એક દલિત વ્યક્તિની હત્યાથી સમગ્ર સમાજમાં રોષની લાગણી પ્રવર્તી છે. બોટાદના જાળીલા ગામે સરપંચની હત્યા કરવામાં આવી હોવાની ફરિયાદ થઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે સરપંચે રાજ્યના પોલીસ વડાને રૂબરુ રજૂઆત કરી પોલીસ રક્ષણ માગ્યું હતું પરંતુ પોલીસ રક્ષણ મળ્યું ન હતું.

પ્રાપ્ત વિગત પ્રમાણે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના જાળીલા ગામે જનરલ સીટ પર ચૂંટાયેલા સરપંચ મનજીભાઇ જેઠાભાઇ સોલંકીની અકસ્માત કરી નિર્મમ હત્યા કરવામાં આવી હોવાના આરોપ સાથે ફરિયાદ થઇ છે. ઘટના સ્થળેથી સરપંચનું બાઇક તૂટેલી હાલતમાં મળી આવ્યું હતું તો મનજીભાઇનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.

દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ સોશિયલ મીડિયા પર આરોપ લગાવ્યો કે મૃતક દલિત સરપંચે રાજ્યના DGPને રૂબરુ મળી પોલીસ રક્ષણ માટે રજૂઆત કરી હતી, જો કે તેઓને પોલીસ રક્ષણ આપવામાં આવ્યું ન હતું. મૃતક મનજીભાઇના મૃતદેહને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી રહ્યો છે. જિજ્ઞેશ મેવાણીએ મોટી સંખ્યામાં દલિત કાર્યકર્તાઓને સિવિલ હોસ્પિટલ હાજર રહેવા અનુરોધ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ અમરેલીના વરસડા ગામના સરપંચ જયસુખ કાનજી માધડની અજાણ્યા શખસો દ્વારા છરી પાઇપથી હુમલો કરીને હત્યા થતા દલિત સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો, દલિત સરપંચની જાહેરમાં હત્યા કરી દેવામાં ચકચાર મચી હતી, આ મુદ્દો છેક વિધાનસભામાં પણ ઉઠ્યો હતો.

Related posts

કબૂતર માટે જામનગરમાં ખેલાયો ખુની ખેલ,તિક્ષ્ણ હથિયારોના 9 ઘા મારીને કોળી યુવાની નિપજાવેલી હત્યા

Newsgujarati

રાજકોટની ૧૪ વર્ષની બાળાને લગ્નની લાલચ આપી હોટેલમાં દુષ્કર્મ કર્યું,અપહરણ,બળાત્કાર,પોકસો હેઠળ ગુનો દાખલ

Newsgujarati

હાસ્ય કલાકાર સાંઇરામ દવેનું બે વર્ષથી ફેક ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવનાર યુવક ઝડપાયો

Newsgujarati