સ્થાનિક મુદ્દાઓ

એઈમ્સનું નિમાર્ણ રોડ રસ્તા સહિતની ડિઝાઈન તૈયાર, 200 એકર જગ્યાનો આગામી સપ્તાહે કેન્દ્ર સરકાર કબજો સંભાળશેઃ દબાણો દૂર કરાયા

ખંઢેરીની 200 એકર જગ્યામાં આગામી દિવસોમાં એઈમ્સનું નિમાર્ણ થવાનું છે. રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા આ જમીનની ફાળવણીના હુકમો થઈ ગયા છે અને હવે આગામી સપ્તાહે દિલ્હીથી એક ટીમ રાજકોટ આવનાર હોવાથી ગઈકાલે આખો દિવસ સ્થળ પરના દબાણો દૂર કરવાની કામગીરી પ્રાંત અધિકારી (રાજકોટ ગ્રામ્ય) આેમપ્રકાશના માર્ગદર્શન હેઠળ પડધરી તાલુકા મામલતદાર પ્રકાશભાઈ ગોઠી દ્વારા હાથ ધરવામાં આવી હતી.

સામાન્ય રીતે દબાણ દૂર કરવાનું હોય ત્યારે રેવન્યુ વિભાગના અધિકારીઆે અને પોલીસ કાફલો હોય છે પરંતુ ગઈકાલે સવારે 10 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ હતું અને તેમાં રેવન્યુ વિભાગ, પોલીસ વિભાગ ઉપરાંત માર્ગ-મકાન વિભાગ, ડીઆઈએલઆર, પીજીવીસીએલ, જેટકો સહિતના વિવિધ વિભાગોના અધિકારીઆે હાજર રહ્યા હતા. 200 એકરમાંથી 20 એકર જગ્યામાં કાચા-પાકા મકાનો, ખેતરો, નર્સરીનું દબાણ થયું હતું. ગઈકાલે વરસતા વરસાદમાં આવા દબાણો દૂર કરવાનું ભારે કપરું બની ગયું હતું પરંતુ આગામી સપ્તાહે દિલ્હીથી ખાસ ટીમ આવતી હોવાથી પાંચ જેટલા બૂલડોઝર અને જેસીબીની મદદથી આખો દિવસ આેપરેશન ચાલુ રાખી કામગીરી પુરી કરવામાં આવી હતી.

એઈમ્સના સૂચિત સ્થળે આવવા-જવા માટેના રસ્તા અને ઈન્ટરનલ રોડ સહિતની ડિઝાઈન આરએન્ડબી વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત એઈમ્સના સૂચિત સ્થળે વીજપોલ હટાવવાની કામગીરી માટેનો સર્વે ગઈકાલે પીજીવીસીએલ અને જેટકોના અધિકારીઆે દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો.

Related posts

જોડિયા તાલુકાના બાલંભા ગામના ફિલ્ટર પ્લાન્ટ માંથી ટેન્કરો દ્વારા પાણી ચોરીનું “કૌભાંડ”

Newsgujarati

આજથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ, અપૂરતી ફાયરસેફ્ટી ધરાવતી શાળાઓ તંત્રના નિશાને

Newsgujarati

સુરતમાં હાર્દિક પટેલના પૂતળાનું દહન, ‘સમાજનો ગદ્દાર’ના નારા લાગ્યા,રાજકીય લાભ ખાટવા 14 પાટિદારોનો ભોગ લીધો

Newsgujarati

ટિપ્પણી મૂકો