બિઝનેસ

શેરબજારમાં આજે ખુલતાની સાથે તેજી જોવા મળી સેન્સેક્સ 39,420.89 ની સપાટીએ

દિવસના અંતે શેરબજારમાં નજીવો ઉછાળો જોવા મળ્યો છે. જેમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ +66.40 પોઇન્ટ વધીને 39,112.74 ની સપાટીએ બંધ થયો છે. બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી −0.050 પોઈન્ટના ઘટાડા સાથે 11,691.45 પર બંધ થયું છે.

ઉલ્લેખનિય છે કે શેરબજારમાં આજે ખુલતાની સાથે તેજી જોવા મળી હતી. જેમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ +374.55 પોઇન્ટ વધીને 39,420.89 ની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો હતો. બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +110.30 પોઈન્ટના ઉછાડા સાથે 11,801.80 પર વેપાર કરી રહ્યો હતો. બુધવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં 14 પૈસાની મજબૂતી જોવા મળી હતી. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે રૂપિયામાં મજબૂતિ જોવા મળી હતી. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 69.56 ના ભાવ પર ખૂલ્યો હતો. છેલ્લા સત્રમાં રૂપિયો ડોલર દીઠ 69.70 પર બંધ રહ્યો હતો.

કયા શેરમાં રહી તેજી-મંદી?
પ્રારંભિક ટ્રેડિંગમાં ટાટા સ્ટીલ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, ટાટા મોટર્સ, હિન્દાલ્કો, ટાઇટન કંપની, એસબીઆઈ, ઇન્ડસઇન્ડ બેંક, મારુતિ સુઝુકી, એક્સિસ બેન્ક, લાર્સન, કોટક મહિન્દ્રા, જેએસડબ્લ્યુ સ્ટીલ, ઓએનજીસી, પાવર ગ્રીડ કોર્પોરેશન, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફાઇનાન્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, વેદાંત અને રીલાયન્સ માં મજબૂતી સાથે વ્યવસાય નોંધાયેલ હતો.

બીજી તરફ વ્યવસાયની શરૂઆતમાં વિપ્રો, ભારતી ઇન્ફ્રાટેલ, યસ બેંક, ડો. રેડિઝ લેબ્સ, બીપીસીએલ અને આઈઓસીમાં નબળાઈ સાથે વ્યવસાય થયો હતો.

Related posts

પોતાને ભાગેડૂ ઘોષિત કરતી અરજીને રદ કરાવવા મેહુલ ચોક્સીએ મુંબઈ હાઈકોર્ટમાં કેસ કર્યો

Newsgujarati

આવકવેરા વિભાગે અટકાયેલા રીફંડ મળશે ફટાફટ,16થી31 મે દરમિયાન અપીલ સંબંધિત બાબતોને પ્રાથમિકતા આપશે.

Newsgujarati

હવે સાંજે છ વાગ્યા સુધી RTGS થી મોકલી શકાશે પૈસા, આરબીઆઈએ ભર્યું પગલું…

Newsgujarati