દુનિયા

વડાપ્રધાન મોદીની સ્વપ્નશીલ યોજના, એક રાષ્ટ્ર એક ચૂંટણીને સાકાર કરવા માટે તમામ દળોની એક બેઠક દિલ્હીમાં યોજાઈ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દરેક રાજકીય પાર્ટીઓના પ્રમુખ નેતાઓની એક બેઠક બોલાવી છે. તેમાં એક રાષ્ટ્ર, એક ચૂંટણી સિવાય મહાત્મા ગાંધીની 150મી જયંતી મનાવવા અને 2022માં દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થવા મુદ્દે પણ ચર્ચા થશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી અને સપા સુપ્રીમો માયાવતી પછી હવે કોંગ્રેસે પણ આ બેઠકમાં સામેલ થવાનો ઈનકાર કરી દીધો છે. તેમણે મંગળવારે જ આ બેઠકમાં સામેલ થવાનો ઈન્કાર કરી દીધો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે દ્રમુક પ્રમુખ એમકે સ્ટાલિન, એનસીપી પ્રમુખ શરદ પરાવ, ટીડિપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડૂ, અખિલેશ યાદવ અને માયાવતી પણ આ બેઠકમાં સામેલ થવાના નથી. જોકે લેફ્ટની પાર્ટી આ બેઠકમાં સામેલ થાય તેવી શક્યતા છે.

મોદીએ 20 જૂને લોકસભા અને રાજ્યસભાના દરેક સાંસદોને બેઠકની સાથે ડિનર માટેનું પણ આમંત્રણ આપ્યું છે.

મમતાએ કહ્યું- સરકાર પહેલાં શ્વેત પત્ર તૈયાર કરેઃ
મમતાએ સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીને પત્ર લખીને કેન્દ્ર સરકારને ‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’ મુદ્દે ઉતાવળ ન કરીને શ્વેત પત્ર તૈયાર કરવાની વાત કરી છે. જેથી દરેક પ્રમુખ નેતા તેમના વિચાર વ્યક્ત કરી શકે. તે માટે દરેકને પૂરતો સમય આપવો જોઈએ. મમતાએ એવું પણ કહ્યું છે કે, જો વડાપ્રધાન આવું કરશે તો જ અમે આ વિશે અમારા સૂચનો આપીશું.

ઈવીએમ વિશે બેઠક બોલાવતા તો તેમાં સામેલ થતા- માયાવતી:
બુધવારે માયાવતીએ ટ્વિટ કર્યું હતું કે, ઈવીએમ વિશે બેઠક બોલાવી હોત તો તેઓ એમાં જરૂર સામેલ થાત. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કેજરીવાલની આમ આદમી પાર્ટી તરફથી રાઘવ ચઢ્ઢા સામેલ થશે. બીજી બાજુ કેસીઆરની પાર્ટીથી કાર્યકારી અધ્યક્ષ અને તેમના દીકરા કેટી રામારાવ સામેલ થશે. લેફ્ટના સીનિયર નેતાએ કહ્યું છે કે, અમે બેઠકમાં સામેલ થઈ શું અને એક દેશ-એક ચૂંટણીનો વિરોધ કરીશું.

પહેલી બેઠકમાં પાર્ટી લાઈન તોડીને 6 દળના નેતા સામેલ થયા હતાઃ
આ પહેલાં મોદી સરકારે સંસદના બજેટ સત્રની શરૂઆત પહેલાં 16 જૂને સર્વદળની બેઠક બોલાવી હતી. તેમાં પાર્ટી લાઈન તોડીને વાયએસઆર કોંગ્રેસ નેતા વી વિજયસાઈ રેડ્ડી, તૃણમૂલ નેતા ડેરેક ઓ બ્રાયન, નેશનલ કોન્ફરન્સના ફારુક અબ્દુલા, એનસીપીના સુપ્રિયા સુલે, અપના દળના અનુપ્રિયા પટેલ, આપના સંજય સિંહ અને ટીડીપીના નેતા જયદેવ ગલ્લા પણ પહોંચ્યા હતા. 17મી લોકસભાનું પહેલું સત્ર 26 જુલાઈ સુધી ચાલશે.

Related posts

કુલભૂષણ જાધવ મામલો: ICJમાં ભારતે પોતાનો પક્ષ રજુ કર્યો, કાલે ફરી થશે સુનવણી

Newsgujarati

કોંગ્રેસની સપા-બસપા સાથે પહેલાથી ફિક્સ છે મેચ! પરંતુ સપા અધ્યક્ષ અખિલેશ યાદવનું વલણ અચાનક કોંગ્રેસ પ્રતિ આટલું આકરું કેમ થઈ ગયું?

Newsgujarati

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીની બનાવટી બેંક એકાઉન્ટ કેસમાં ધરપકડ

Newsgujarati

ટિપ્પણી મૂકો