સ્થાનિક મુદ્દાઓ

જનરલ બોર્ડમાં વોર્ડ નં. ૧૮ના કોંગ્રેસના કોર્પોરેટર ધર્મિષ્ઠાબાને પ્રવેશવાની મનાઇ ફરમાવતી કોર્ટ

રાજકોટ: રાજકોટ વોર્ડ નં. ૧૮ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજાની રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનની આજે યોજાયેલ જનરલ બોર્ડની બેઠકમાં પ્રવેશ કરવાની કોર્ટે મનાઇ ફરમાવીને તેઓ દ્વારા પોતાને જનરલ બોર્ડમાં પ્રવેશ આપવામાં આવે તે સંબંધે કરેલ અરજીને રાજકોટની સિવિલ અદાલતે ફગાવી દીધી હતી. રાજકોટના સીનિયર સીવીલ જજ શ્રી એમ.એ. મકરાણીએ રાજકોટ મ્યુનિસિપિલ કોર્પોરેશનની કોર્પોરેટર શ્રીમતિ ધર્મિષ્ઠાબા જાડેજાની ગેરહાજરી સબબ તેણીને ડિસ્કોલીફાઇ કરતા હુકમ ઉપર થયેલ રેફરન્સ અરજીમાં કોર્પોરેટરે આદેશાત્મક હુકમ મેળવવા કરેલ અરજી રદ કરેલ હતી.

આ કેસની હકીકત એવા પ્રકારની છે કે, વોર્ડ નં. ૧૮ના કોંગ્રેસના કોર્પોરેટર શ્રીમતિ ધર્મિષ્ઠાબા મયુરસિંહ જાડેજા વર્ષ ર૦૧૮માં કોર્પોરેશનની ૩ જનરલ બોર્ડની મીટીંગોમાં ગેરહાજર હોવાના કારણે બી.પી.એમ.સી. એકટની કલમ-૧૧ હેઠળ કમિશ્નરશ્રીએ તેણીને ડિસ્કોલીફાઇ જાહેર કરેલ હતાં અને તે કારણે તેણીને જનરલ બોર્ડમાં આવતા પ્રતિબંધિત કરવામાં આવેલ હતા. આ હુકમથી નારાજ થઇ કોર્પોરેટરશ્રીએ ગુજરાત હાઇકોર્ટમાં રીટ પીટીશન કરી પોતાની વિરૂદ્ધના હુકમને રદબાતલ કરવા દાદ માંગેલ હતી. બી.પી.એમ.સી. એકટની કલમ-૧૧ અને ૧ર વંચાણે લેતા ગુજરાત હાઇકોર્ટે આ કોર્પોરેટરના ડિસ્કવોલીફીકેશન અંગે સીવીલ કોર્ટમાં રેફરન્સ કરવા આદેશ આપેલ હતો.

આ આદેશ મુજબ મ્યુનિસિપલ કમિશ્નરશ્રીએ આ કોર્પોરેટર ડિસ્કવોલીફાઇ થયેલ છે તે અંગે કલમ-૧ર હેઠળ સીવિલ કોર્ટમાં રેફરન્સ કરેલ હતો. આ દરમ્યાન શ્રીમતિ ધર્મિષ્ઠાબાને કોર્પોરેટર તરીકેના તમામ હકકોથી વંચીત કરવામાં આવેલ હતાં તેમજ જનરલ બોર્ડમાં પ્રવેશ આપવામાં આવતો ન હતો.

મ્યુનિસિપલ કોર્પોરેશન વતી એડવોકેટશ્રી સંજયભાઇ કે. વોરાએ રજુઆત કરતા જણાવેલ હતું કે, જયાં સુધી નામ, અદાલત કોર્પોરેટર ધર્મિષ્ઠાબાનું ડિસ્કવોલીફીકેશન રદ ન કરે ત્યાં સુધી રદ થયેલ હોવાનું માની કોર્પોરેટર તરીકેના લાભો અપાવવાનું કોર્ટ હુકમ કરી શકે નહીં.

Related posts

રાજકોટ જિ.પં.ની તા.17ના કારોબારી બેઠક, સાંજ સુધીમાં પ્રાથમીક સુવિધાના એજન્ડા પ્રસિધ્ધ

Newsgujarati

ભારતે બીજી ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝને 10-વિકેટથી હરાવી સીરિઝ 2-0થી જીતી

Pagdandi Admin

દ્વારકા મંદિર પરિસરમાં ચાંદીની પીચકારીમાં કેસુડાના રંગ અને કેસરનું પાણી ભરી શ્રીજીને હોળી રમાડવામાં આવી ફુલડોલ ઉત્સવમાં હજારો કિલો અબીલ ગુલાલ ઉડ્યા

Newsgujarati