સ્થાનિક મુદ્દાઓ

ધંધામાં ખોટ જતા 75 હજારના દરની નકલી ચલણી નોટ સાથે અરવિંદ અકબરી ઝડપ્યો 2 દિના રિમાન્ડ મંજૂર

ધીરને રાઠોડ દ્વાર રાજકોટ: રાજકોટ શહેરના આસ્થા રેસિડેન્સી પાછળ લક્ષ્મણ જુલા પાર્ક શેરી.3ના મકાનમાં રહેતા અરવિંદ ધીરૂભાઇ અકબરીને પોલીસ રાત્રે રેડ દરમિયાન પકડી પાડ્યો છે. અરવિંદ પોતાના મકાનમાં નકલી ચલણી નોટ છાપી રહ્યો હોવાની બાતમી મળતા પોલીસ દરોડો પાડ્યો હતો અને ઝડપી પાડ્યો હતો. પોલીસે 75 હજારના દરની નકલી ચલણી નોટ જપ્ત કરી છે. 2 હજારના દરની 33 બનાવટી, 500ના દરની બનાવટી 12,200ના દરની 15 બનાવટી અને 500ના દરની 4 અસલી નોટ જપ્ત કરી છે. પોલીસે આ ઉપરાંત કલર પ્રિન્ટર, પ્રિન્ટરનો કેબલ, કાચનો ટુકડો, કટર, કોરા સફેદ કાગળો પણ જપ્ત કર્યા છે.

૨૦૦૦, ૫૦૦ અને ૨૦૦ના દરની ૭૫ હજારની નકલી નોટો સાથે ઝડપાયો

અરવિંદની વિશેષ પૂછપરછ કરતાં તેણે ધંધામાં ખોટ તેમજ લોનથી લીધેલા મકાન પાછળ 70 લાખનું દેણું થઇ ગયું હતું. જેથી આર્થિક પરિસ્થિતિ દૂર કરવા હજુ ગત તા.30નાં રોજ કલર પ્રિન્ટર લઇ આવ્યો હોવાનું અને તેણે સાત દિવસ પહેલા જ બોગસ ચલણી નોટ છાપવાનું શરૂ કર્યાની કબૂલાત આપી છે. અરવિંદ પ્રિન્ટર કયાંથી લાવ્યો, તેની સાથે અન્ય કોઇની સંડોવણી છે કે કેમ તે સહિતની વિગતો બહાર લાવવા કોર્ટમાં રજૂ કરાતાં મંગળવાર સુધીના રિમાન્ડ મંજૂર થયા છે.

200ની બોગસ ચલણી નોટથી ગાંઠિયા ખરીદ્યા
પોલીસ પૂછપરછમાં અરવિંદે તેણે બનાવેલી કોઇ બોગસ ચલણી નોટ બજારમાં વહેતી કરી નથી. એક માત્ર રૂ.200ની બોગસ નોટ બજારમાં કાઢી હતી. તેણે રૂ.200ની બોગસ ચલણી નોટથી ગાંઠિયા લીધા હોવાની કબૂલાત આપી છે.

Related posts

રાજકોટ શહેર ભાજપના નગરસેવકોએ કંટ્રોલરૂમ અને ફાયર સ્ટેશનનો હવાલો સંભાળી લીધો

Newsgujarati

પેટીએમથી મોબીક્વિકમાં મોકલી શકાશે પૈસા, ઈ વોલેટ વચ્ચે મની ટ્રાંસફર માટે RBIએ પગલું ભર્યું

Pagdandi Admin

સૌ.યુનિ.એ બીએડમાં પ્રવેશ પ્રક્રિયા મુલતવી રાખતા ભારે દેકારો

Newsgujarati