મનોરંજન

સન્ની લિયોની શરૂ કરવા જઈ રહી એવો બિઝનેસ, તમે પણ વિચારતા રહી જશો

સન્ની લિયોનીનાં ફેન ફોલોઈંગ વિશે બધા જાણે જ છે. એક ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કરે કે તરત લાખોમાં લાઈક્સ મળી જાય અને ફેન્સ ફોટો શેર પણ કરવા લાગે છે. સન્ની પણ સોશિયલ મીડિયામાં વધારે સક્રિય રહે છે. એવામાં સન્નીએ ફેન્સને સરપ્રાઈઝ આપવાનું નક્કી કર્યું હોય એ રીતે પતિ ડેનિયલ સાથે એક ફોટો શેર કરીને પોતાનાં નવા બિઝનેસ વિશે વાત કરી છે.

સન્નીએ પતિ ડેનિયલ સાથે એક તસવીર શેર કરી છે. તમે જોઈ શકો છો કે એક સેલ્ફી ફોટોમાં સન્ની અને ડેનિયલ એકસાથે જોવા મળી રહ્યાં છે. લોકોએ આ ફોટો પર કોમેન્ટ કરતા જણાવ્યું છે કે, ક્યુટ કપલ, પરફેક્ટ જોડી વગેરે વગેરે…પરંતુ જોવા જેવું એ છે કે એક શખ્સની કોમેન્ટ પર તો લોકો ફિદા થઈ ગયા અને એ કોમેન્ટમાં 1021 લાઈક્સ આપી દીધા. એ કોમેન્ટ એવી હતી કે તારી આંખો, આંખો નથી પણ તબાહી છે જાન.

આ તસવીર શેર કરવાની સાથે સન્નીએ એક જાહેરાત કરી છે. સન્ની લિયોની ધ આર્ટ ફ્યુજનનાં નામે કંઈક શરૂ કરવા જઈ રહી છે. તેમણે આ ફોટો સાથે આ જાણકારી આપી છે. સન્નીએ લખ્યું છે કે, જ્યારે તમે જિંદગીમાં કંઈક નવું કરવા જઈ રહ્યાં છો તો આગળ વધો. કદાચ તમે સફળ થાવ કે પછી નિષ્ફળ. પરંતુ તમારે પ્રયત્ન તો કરવો પડશે. અમારા નવા અને ક્રિએટિવ વેંચર માટે ચીયર્સ. આ શાનદાર થવાનું છે. જલ્દી જ શરૂઆત થશે. આ જ પોસ્ટ પર અમુક લોકોએ વાહિયાત કોમેન્ટ પણ કરી છે. એક યુઝરે લખ્યું કે તું રહેવા દે. તો અન્ય એકે શુભકામનાઓ પાઠવતા લખ્યું કે ઓલ ધ બેસ્ટ સન્ની.

Related posts

ગોવા બીચ પર અમાયરા દસ્તરે ગરમીમાં વધારો કર્યો – તસવીરો વાયરલ

Newsgujarati

દીપિકા હવે જોવા મળી શકે છે દ્રૌપદીના રોલમાં

Newsgujarati

પ્રિયંકા ચોપડાએ કેવિન જોનાસને આપી જન્મદિવસની શુભેચ્છાઓ

Newsgujarati