દુનિયા

આતંકવાદનો ખાતમો કરવા એકજૂટ થવું જરૂરીઃ PM મોદી

બિશ્કેકે/કિર્ગિસ્તાન: પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાનને વૈશ્વિક ફલક પર એકલું પાડી દેવાના પ્રયાસો શરુ કર્યા છે. ભારતની કુટનીતિ કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં આયોજિત કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન (SCO)ના શિખર સંમેલનમાં જોવા મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને એ હદે નજરઅંદાજ કર્યાં કે તેમની સાથે હાથ મીલાવાનું તો દુર સામે જોયું પણ નહીં.

સંમેલનના મંચ પરથી આતંકવાદને લઇને પાકિસ્તાનને હાડે હાથ લેતા મોદીએ SCOના સભ્યોને આતકંવાદ સામે એકજુથ થવા આહ્વાન કર્યું. તેમણે કહ્યું કે આતંકવાદને સમર્થન, પ્રોત્સાહાન અને આર્થિક મદદ પુરી પાડતા દેશોને જવાબદાર ઠેરાવવા જરૂરી છે. SCOના સભ્યોએ એક સાથે મળીને આતંકવાદનો સફાયો કરવો જોઇએ. આપણે બધાએ ભેગા મળીને આતંકવાદીઓને આર્થિક મદદથી લઇને તેનો ખાત્મો બોલાવવા સુધી એક સાથે મળીને કામ કરવું પડશે.

ટેરેરિઝમ ફ્રી સોસાયટીનો નારો આપતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે તાજેતરમાં શ્રીલંકા ગયો ત્યારે ત્યાં પણ આતંકવાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું.

શિખર સંમેલનમાં મોદીના સંબોધનની હાઇલાઇટ

– ભારત ટૂંક સમયમાં સહેલાણીઓ (પ્રવાસી) માટે રશિયન ભાષામાં હેલ્પલાઇન શરૂ કરશે.

– SCOના તમામ દેશો માટે ઇ-વિઝા સુવિધા ઉપલ્બ્ધ છે.

– ભારત અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતાના પ્રયાસોની સાથે

– ભારત મેડિકલ ટૂરિઝમને વધારવા માટે તૈયાર, બહુપક્ષીય વેપાર પ્રણાલીની જરૂર.

– ભારત રિન્યુએબલ એનર્જીમાં છઠ્ઠો અને સૌર ઉર્જાનો પાંચમો સૌથી મોટો ઉત્પાદક દેશ.

– ભારતની 10 શ્રેષ્ઠ રચાઓને એસીઓના દેશોની ભાષામાં અનુવાદ કરવામાં આવશે.

– સંસ્કૃતિ અને સાહિત્યથી સમાજમાં એકતાની ભાવના આવે છે અને તેનાથી કટ્ટરતા પર લગામ કસી શકાય છે.

Related posts

કુલભૂષણ જાધવ મામલો: ICJમાં ભારતે પોતાનો પક્ષ રજુ કર્યો, કાલે ફરી થશે સુનવણી

Newsgujarati

શાંઘાઈ સમિટમાં ભાગ લેવા માટે મોદી કિર્ગીસ્તાન પહોંચ્યા

Newsgujarati

મોલમલ્ટિપ્લેક્સ દ્વારા પાર્કિંગ ચાર્જ મુદ્દે હાઈકોર્ટેનો ચૂકાદો, ભાવ નક્કી કર્યાં

Pagdandi Admin