દુનિયા

શાંઘાઈ સમિટમાં ભાગ લેવા માટે મોદી કિર્ગીસ્તાન પહોંચ્યા

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાંઘાઈ સહયોગ સમ્મેલનમાં ભાગ લેવા માટે ગુરુવારે કિર્ગીસ્તાન પહોંચી ગયા છે. વડાપ્રધાન ઓમાન, ઈરાન અને મધ્ય એશિયાના રસ્તે બિશ્કેક પહોંચ્યા છે. SCOમાં મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય ચર્ચામાં સામેલ થશે. સમિટમાં પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન પણ સામેલ થશે. જો કે, બન્ને દેશો વચ્ચે મુલાકાત નહીં થાય. જ્યારે ઈમરાન પહેલા જ મોદીને પત્ર લખીને વાચતીચની માગ કરી ચુક્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું હતું કે, શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની બેઠકમાં વૈશ્વિક સુરક્ષા સ્થિતી અને આર્થિક સહયોગ પર જોર આપશે. તેમણે એવું પણ કહ્યું કે, કીર્ગીસ્તાનનું તેમનું સફર SCOના સભ્યો દેશો સાથે ભારતના સંબંધોને મજબૂત કરશે. મોદી એસસીઓ સમ્મેલન બાદ કિર્ગીસ્તાનના રાષ્ટ્રપતિના આમંત્રણ પર 14મી જૂને ત્યાંની ઓફિશીયલ દ્વિપક્ષીય મુસાફરી કરશે.

મોદીએ કહ્યું કે, તાજેતરમાં જ ભારત-કિર્ગીસ્તાન વચ્ચે રક્ષા, વ્યાપાર અને નિકાસ સહિત ઘણા દ્વિપક્ષીય ક્ષેત્રે કરાર થયા છે. જેનાથી બન્ને દેશો વચ્ચે સંબંધ મજબૂત બનશે. મોદી અહીં કિર્ગિજ રાષ્ટ્રપતિ જીનબેકોવ સાથે ભારત-કીર્ગીજ બિઝનેસ ફોરમને પણ સંબોધશે.

2001માં બન્યું હતું શાંઘાઈ સહયોગ સંગઠનઃ SCO એક રાજકીય અને સુરક્ષા સમૂહ છે. જેનું હેડક્વાટર બેઈજિંગમાં છે. જેને 2001માં બનાવાયું હતું. ચીન, રશિયા, કજાકિસ્તાન, ઉજ્બેકિસ્તાન, તાજિકિસ્તાન અને કિર્ગીસ્તાન તેના સ્થાઈ સભ્યો છે. આ સંગઠન ખાસ કરીને સભ્યો દેશો વચ્ચે સૈન્ય અને આર્થિક સહયોગ માટે બનાવાયું છે. જેમાં ગુપ્ત માહિતીઓને જાહેર કરવી અને મધ્ય એશિયામાં આતંકવાદ વિરોધી અભિયાન ચલાવવાનો સમાવેશ થાય છે. ભારત અને પાકિસ્તાન આ સંગઠન સાથે 2017 સ્થાઈ સભ્યો તરીકે જોડાયા હતા.

Related posts

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીની બનાવટી બેંક એકાઉન્ટ કેસમાં ધરપકડ

Newsgujarati

PM મોદી માલદીવ પહોંચ્યા,ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરાયા

Newsgujarati

આતંકવાદનો ખાતમો કરવા એકજૂટ થવું જરૂરીઃ PM મોદી

Newsgujarati