રમતો

ભારત-ન્યૂઝીલેન્ડ વર્લ્ડ કપ મુકાબલો વિલંબમાં,નોટિંઘમમાં વરસાદપડ્યો

નોટિંઘમ – આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ-2019માં આજે ભારતની ત્રીજી મેચ છે. ટ્રેન્ટબ્રિજ ગ્રાઉન્ડ ખાતે આ મેચમાં ભારતીય ટીમનો સામનો નિર્ધારિત છે ન્યૂઝીલેન્ડ સામે પરંતુ, વરસાદને કારણે મેચમાં અવરોધ ઊભો થયો છે. ગઈ આખી રાત નોટિંઘમમાં વરસાદ પડ્યો હતો. હાલ પીચને કવર્સથી ઢાંકી રાખવામાં આવી છે.વર્લ્ડ કપ મુકાબલાને લાગેવળગે છે ત્યાં સુધી ભારત કરતાં ન્યૂઝીલેન્ડ થોડીક સારી સ્થિતિમાં છે. બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 7 મેચ રમાઈ ચૂકી છે એમાં ન્યૂઝીલેન્ડે 4 અને ભારતે 3માં જીત મેળવી છે.

વર્તમાન સ્પર્ધાના પોઈન્ટ્સ ટેબલમાં હાલ ન્યૂઝીલેન્ડ ટોપ પર છે. એ તેની ત્રણેય મેચ જીતી ચૂક્યું છે. જ્યારે ભારતે બે મેચ રમી છે અને બંને જીત્યું છે. ભારતે દક્ષિણ આફ્રિકા અને વર્તમાન ચેમ્પિયન્સ ઓસ્ટ્રેલિયાને પરાજય આપ્યો છે.

ભારતીય ટીમ માટે માઠા સમાચાર એ છે કે તેનો ઓપનર શિખર ધવન ઈન્જર્ડ છે અને ઓછામાં ઓછા ત્રણ અઠવાડિયા સુધી ક્રિકેટ રમી ન શકે એવી સંભાવના છે. આજની મેચમાં એની જગ્યાએ વિજય શંકર અથવા દિનેશ કાર્તિકને સામેલ કરવામાં આવે અને ઓપનિંગમાં ધવનની જગ્યાએ લોકેશ રાહુલને મોકલવામાં આવે એવી ધારણા છે. વિજય શંકર અથવા કાર્તિક ચોથા ક્રમે બેટિંગ કરશે.

ભારતઃ રોહિત શર્મા, કે.એલ. રાહુલ, વિરાટ કોહલી, વિજય શંકર/દિનેશ કાર્તિક, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, ભૂવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહ.

ન્યૂઝીલેન્ડઃ માર્ટિન ગપ્ટીલ, કોલીન મુનરો, કેન વિલિયમ્સન (કેપ્ટન), રોસ ટેલર, ટોમ લેધમ (વિકેટકીપર), જેમ્સ નીશામ, કોલીન ડી ગ્રેન્ડહોમ, મિચેલ સેન્ટનર, મેટ હેન્રી, લોકી ફર્ગ્યુસન, ટ્રેન્ટ બોલ્ટ.

Related posts

સ્થાનિક પત્રકારો અને પબ્લીશરને વધુ સિદ્ધી અને સમૃદ્ધિ અપાવતું એકમાત્ર માધ્યમ : ન્યુઝ રીચ

Newsgujarati

મુંબઈ ઇન્ડિયન્સ 14 ઓવર 128/4, જીત માટે 36 બોલમાં 70 રનની જરૂર

Newsgujarati

યુવરાજ સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ

Newsgujarati

ટિપ્પણી મૂકો