દુનિયા

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીની બનાવટી બેંક એકાઉન્ટ કેસમાં ધરપકડ

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીની બનાવટી બેંક એકાઉન્ટ કેસમાં આજે ધરપકડ કરવામાં આવી છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના નેતાના આગોતરા જામીન ફગાવી દેવામાં આવ્યા હતાં જેના થોડાક જ કલાકો બાદ નેશનલ એકાઉન્ટેબોલિટી બ્યૂરબી 15 સભ્યોનીએ ટીમે તેમની ધરપકડ કરી હતી.

ઝરદારીની ધરપકડ બાદ પીપીપીના ચેરમેન અને તેમના પુત્ર બિલાવલ ભુટ્ટો ઝરદારીએ પાર્ટીના કાર્યકર્તાઓ અને સમર્થકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.

ડૉનના રિપોર્ટ પ્રમાણે ઝરદારી અને તેમની બહેન ફરિયાલે બનાવટી બેંક એકાઉન્ટ્ય કેસમાં આગોતરા જામીનની અરજી કરી હતી. પોલીસની ટીમે અદાલતના નિર્ણય બાદ ઝરદારીને તેમના ઘરેથી જ અટકાયતમાં લીધા હતાં. આ દરમિયાન પોલીસ સાવચેતીના પગલે ઝરદારીના ઘર તરફ જતા તમામ રસ્તાઓ બંધ કરી દીધા હતાં.

ઉલ્લેખનીય છે કે, બે સભ્યોની બેંચે ઝરદારીની અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષીત રાખ્યો હતો જેની આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. નિર્ણય સંભળવવામાં આવે તે પહેલા જ બંને ભાઈ-બહેન કોર્ટમાંથી બહાર આવતા રહ્યાં હતાં.

આ આખો કેસ બનાવટી બેંક એકાઉન્ટ દ્વારા 4.4 અબજ રૂપિયાની શંકાસ્પદ લેવડ-દેવડ સાથે સંકળાયેલો છે. ફરિયાદી પક્ષના જણાવ્યા પ્રમાણે આ એકાઉન્ટ ‘મેસર્સ એ વન ઈન્ટરનેશનલ’ના નામે બનાવવામાં આવેલું છે કે જે બનાવટી છે.
આ એકાઉન્ટમાં કોઈએ 4.4 અબજ ડોલર રૂપિયા મોકલ્યા હતાં જેમાં 3 કરોડ ડોલર ઝરદારી ગ્ર્રુપને બે જુદા જુદા સમયે મોકલવામાં આવ્યા હતાં.

Related posts

વડાપ્રધાન મોદીની સ્વપ્નશીલ યોજના, એક રાષ્ટ્ર એક ચૂંટણીને સાકાર કરવા માટે તમામ દળોની એક બેઠક દિલ્હીમાં યોજાઈ

Newsgujarati

પોતાને ભાગેડૂ ઘોષિત કરતી અરજીને રદ કરાવવા મેહુલ ચોક્સીએ મુંબઈ હાઈકોર્ટમાં કેસ કર્યો

Newsgujarati

અવકાશી સંશોધનમાં ઐતિહાસિક સફળતાઃ બ્લેકહોલની પ્રથમ તસવીર પ્રાપ્ત થઈ

Newsgujarati

ટિપ્પણી મૂકો