રમતો

યુવરાજ સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ

ભારતના 2011 વર્લ્ડકપ જીતાડવામાં નાયક રહેલા યુવરાજ સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે. મુંબઇની એક હોટલમાં પત્રકાર પરિષદમાં ક્રિકેટર યુવરાજ સિંહે આ જાહેરાત કરી છે. મુંબઇની હોટલમાં પત્રકારો સાથે વાત કરતા યુવરાજસિંહ પોતાના ક્રિકેટ કરિયરની વાત કરી હતી. અને ત્યારબાદ આંતરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી.

યુવરાજસિંહે જણાવ્યું હતું કે, ક્રિકેટે મને સારા મિત્રો આપ્યા છે. ક્રિકેટમાં મે મારા પિતાનું સપનું સાકાર કર્યું છે. ક્રિકેટેમાં મારા માટે ઘણા ઉતાર ચઢાવ આવ્યા છે. જોકે, મે ક્યારે હાર માની નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મારી માતા મારી તાકા છે. સૌરભ ગાંગુલીની કેપ્ટનશિપ હેઠળ મે મારી ક્રિકેટમાં કારકિર્દી શરૂ કરી હતી. વર્ષ 2002માં નેરોબીમાં સૈરવ ગાંગુલીની કેપ્ટનશીપ હેઠળ કરી હતી. કેન્યા સામે ડેબ્યુ કરતા વન ડેમાં બેટિંગ કરવાનો મોકો મળ્યો ન હતો. યુવીએ પોતાની છેલ્લી વનડે મેચ બે વર્ષ પહેલા 30 જૂન 2017માં વેસ્ટઇન્ડિંજ સામે મરી હતી. યુવરાજ સિંહનો ટીમ ઇન્ડીયાના ગણાનાપાત્ર ખેલાડીઓમાં સમાવેશ થાય છે.

જેમણે વન ડે અને ટી 20માં જબદસ્ત પ્રદર્શન કર્યું હતું. જોકે, ટેસ્ટ મેચોમાં તેમનું પ્રદર્શન સરેરાશ રહ્યું હતું. યુવીએ દેશ માટે 304 વન ડે રમીને 8710 રન બનાવ્યા હતા. તેમણે 14 સદી ફટકારી હતી. વન ડે ક્રિકેટમાં યુવરાજના નામની 111 વિકેટ પણ નોંધાયેલી છે. જ્યારે ટી-20માં યુવરાજે 58 મેચ રમીને 117 રન બનાવ્યા હતા. ટી 20માં તેમના નામે 8 અડધી સદી છે. ટી20માં તેમણે 28 વિકેટ લીધી હતી. ટેસ્ટ ક્રિકેટમાં યુવતાજનું શાંત રહ્યું હતું. તેમણે 40 ટેસ્ટ રમીને 1900 રન બનાવ્યા હતા. તેમણે 3 સદી ફટકારી છે. 1983માં કપિલ દેવની અધ્યક્ષતામાં વર્લ્ડ કપ જીત્યા બાદ વિશ્વકપ માટે તરસી હેલી ભારતીય ટીમની તરસ યુવરાજને કારણે છીપાઈ હતી.

ટીમ ઇન્ડિયાએ 2007માં ટી-20 વર્લ્ડ કપમાં યુવરાજે છ મેચમાં 148 રન બનાવ્યા હતા અને મેન ઓફ ધ સીરિઝ જાહેર થયો હતો. આ જ ટૂર્નામેન્ટમાં યુવરાજે ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડના છ બોલ બર છ છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે 2011ના વર્લ્ડ કપમાં યુવરાજ મેન ઓફ ધ ટૂર્નામેન્ટ રહ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ભારતના સર્વશ્રેષ્ઠ વન ડે ક્રિકેટરમાંના એક એવા યુવરાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી આઈસીસીથી માન્યતા પ્રાપ્ત વિદેશી ટી-20 લીગમાં ફ્રિલાન્સ કેરિયર બનાવવા માટે સંન્યાસની જાહેરાત કરી છે.

બીસીસીઆઈના એક અધિકારીએ તાજેતરમાં જણાવ્યું હતું કે યુવરાજસિંહ આંતરરાષ્ટ્રીય અને પ્રથમ શ્રેણીના ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત અંગે વિચારી શકે છે. તે જીટી-20 (કેનેડા) અને આયર્લેન્ડ તેમજ હોલેન્ડ યૂરો ટી-20 સ્લેમ ટૂર્નામેન્ટમાં રમવા પર વિચાર કરી રહ્યો છે. તેમને આ લીગમાં રમવા માટે ઓફર મળી રહી છે. યુવરાજ આ વર્ષે આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમ્યો હતો.

Related posts

સ્થાનિક પત્રકારો અને પબ્લીશરને વધુ સિદ્ધી અને સમૃદ્ધિ અપાવતું એકમાત્ર માધ્યમ : ન્યુઝ રીચ

Newsgujarati

વર્લ્ડ કપ-2019: વેસ્ટ ઈન્ડિઝ સામે પાકિસ્તાનનો ધબડકોઃ 105 રનમાં ઓલઆઉટ

Newsgujarati

લંડનમાં આજે રાત્રે 9-30 વાગ્યે ઉદ્ઘાટન સમારંભ, રોયલ ફેમિલી પણ ઉપસ્થિત રહેશે

Newsgujarati

ટિપ્પણી મૂકો