સ્થાનિક મુદ્દાઓ

માધાપર ચોકડીએ ચકકાજામ ગામના સરપંચ સહિત 12ની અટકાયત, મહાપાલિકા સામે રોષ ભભૂકયો

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના હદ વિસ્તારને આેળંગી જઈને દબાણ હટાવ શાખાએ રૂડાના હદ વિસ્તારમાં આવતાં માધાપર ગામની હદમાં પ્રવેશી જઈને ત્યાંથી દંડની વસુલાત કરતાં ગ્રામજનો અને ધંધાર્થીઆે વિફર્યા હતા અને આજે માધાપર ચોકડીએ ચકકાજામ સજીર્ દેતાં અફડા-તફડી મચી ગઈ હોવાનું જાણવા મળે છે.

વધુમાં માધાપર ચોકડી વિસ્તારના ધંધાર્થીઆે અને ગ્રામજનોએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાપાલિકાનો હદ વિસ્તાર 150 ફૂટ રિ»ગરોડ પર ગોકુલ મથુરા એપાર્ટમેન્ટ ચોક અને સીનજીર્ હોસ્પિટલથી થોડા આગળ આેસ્કાર સ્કાય પાર્ક પછી પૂર્ણ થઈ જાય છે આમ છતાં અવારનવાર મહાપાલિકાની દબાણ શાખાની ટૂકડીઆે ત્યાંથી આગળના વિસ્તારમાં આવી પહાેંચે છે અને ધંધાર્થીઆે તેમજ ગ્રામજનોને દંડ ફટકારી જાય છે. શહેરની હદ બહારના અને રૂડા વિસ્તારમાં આવતાં માધાપર ગામમાંથી દંડ વસુલી શકાય નહી. આ મામલે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ પ્રતિસાદ નહી મળતાં આજે માધાપર ચોકડીએ ચકકાજામનો આòર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.

ચકકાજામ કરનાર માધાપર ગામના સરપંચ સહિત 12ની અટકાયત
મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ શાખાના ત્રાસથી કંટાળી માધાપર ચોકડી પાસે ધંધો કરતા ફેરીયા સહિતનાઆેએ ચકકાજામ કર્યો હતો. દરમ્યાન ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઈ ભટ્ટ સહિતના સ્ટાફે માધાપર ગામના સરપંચ છગનભાઈ સંખાવરા, રઘુવીરસિંહ જાડેજા, મિલન મહેશ સંચાણીયા, મહેશભાઈ પટેલ, માયાભાઈ ભરવાડ, પ્રવીણભાઈ પરમાર, રમેશભાઈ કુંભાર, વિમલભાઈ ખંડવી, વિષ્ણુભાઈ સાવલીયા, સંજયભાઈ પાઘડાર, જીજ્ઞેશભાઈ સતાણી અને સંજયગીરી ગોસ્વામીની અટકાયત કરી વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

રાજકોટમાં પોલીસની ગાડીના બોનેટ પર બેસી યુવાને વીડિયો બનાવ્યો,પોલીસ કમિશનરએ તપાસના આદેશ

Newsgujarati

નવસારી સૂરત નેશનલ હાઇવે પર ટેમ્પાનું ટાયર ફાટતાં 20થી 25 લોકો ને નાની-મોટી ઈજા ખાનગી હોસ્પિટલમાં સારવાર મા ખસેડ

Newsgujarati

મોલમલ્ટિપ્લેક્સ દ્વારા પાર્કિંગ ચાર્જ મુદ્દે હાઈકોર્ટેનો ચૂકાદો, ભાવ નક્કી કર્યાં

Pagdandi Admin