ગુજરાત બ્રેકિંગ

રાજકોટ ખાણ ખનીજ વિભાગના અધિકારીને ‘ઠાકર’ નો થાળ ધરતા જ ફાઈલ કરાઈ મંજૂર

ગુજરાતના સૌ કોઈ નાગરિક આમ તો જાણે જ છે. કે સરકારી કચેરીમાં કોઈપણ પ્રશ્નને તમારી અરજીઓ ફસાયેલી હોય તો વહીવટી પ્રક્રિયા કરવી પડતી હોય છે આવી જ રીતે રાજકોટ કલેકટર કચેરી ની અંદર આવેલી ખાણ ખનીજ વિભાગની ઓફિસમાં પણ આવું જ કંઇક બે દિવસ પહેલા બન્યું અને જેની માહિતી વિશ્વસનીય સૂત્ર પાસેથી જાણવા મળી હતી. ખાણ ખનીજ વિભાગ ની અંદર આમ તો સરકારે ઘણું ખરું ઓનલાઇન પ્રક્રિયામાં સમાવેશ કરી નાખવામાં આવેલ છે તેમ છતાં પણ ઉચ્ચ અધિકારીઓ થી માંડીને પટાવાળા સુધીના એન કેન પ્રકારે અરજદારો ને હેરાન પરેશાન કરવાનું છોડતા નથી.

“કરારખત” કાઢવા નો ભાવ બે લાખ રૂપિયા

ખનીજ ખાતા ની તમામ પ્રક્રિયા પૂરી કરીયા બાદ અધિકારીઓ દ્વારા કરારખત કાઢી આપવામાં આવતો હોય છે. આ કરારખત મેળવવા માટે થઈને અરજદારે રેતીની લીઝ હોય તો બે લાખ રૂપિયા અને પથ્થરની લીઝ હોય તો એક લાખ રૂપિયા સુધીનો વહીવટ કરવો પડતો હોય છે તે ન કરો ત્યાં સુધી ટેબલ ઉપર થીં ફાઇલનો પોટલો આગળ ધપાવવામાં આવતો નથી. અને ઉચ્ચ અધિકારી સુધી આ વહીવટ કરવો પડે તો જ તમારી ફાઇલ મંજૂર થાય તે ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું_
_રાજકોટ ખાણ ખનીજ વિભાગની કચેરીમાં *ઠાકર હોટલ નો થાળ ધર્યો તે વેળાએ જ અરજદાર ની ફાઈલ મંજૂર* થઈ ગઈ ખાણ ખનીજ અધિકારી આકોલકર એ ઉપલેટા તાલુકાના ઈસરા ગામના રેતી ના લિઝ ધારક કે રૂપિયા બે લાખ નો વહીવટ કરતાં જ ફાઈલ ધડા ધડ મંજુર કરી દેવામાં આવી હતી અને ત્યાર બાદ રાજકોટની નામાંકિત હોટલમાં *અધિકારી આકોલકર* ને સ્વાદિષ્ટ મીઠાઈથી ભોજનનો થાળ ધરવામાં આવ્યો હતો.

ઇસરા ગામના લીજ ધારકે અધિકારીને ધરીયો સ્વાદિષ્ટ ભોજનનો થાળ

જે અરજદારની લીઝ મંજૂર થઈ હોય તેમને કરારખત લેવો પડતો હોય છે જેથી રાજકોટ કલેક્ટર કચેરીના પગથિયા ચડવા પડે છે અને તે પગથિયે ઠાકર નો થાળ ધરવામાં આવે તો જ લીઝ હોલ્ડરને માન્ય તા પ્રાપ્ત મળે છે._
_ઉપલેટા તાલુકાના ચીખલીયા ગામે લીઝ ધારક દ્વારા કરવામાં આવેલ સાદી રેતીનો સ્ટ્રોક વેચાણ માટે ખાણ ખનીજ અધિકારી ની મંજૂરી અગત્યની હોય છે જે મંજૂરી માટે થઈને ઉપલેટાના ચીખલીયા ગામના ગરાસિયા યુવાન દ્વારા રાજકોટ કલેક્ટર કચેરી નાં પગથીયા ચડીને થાકી જવા છતાં પણ ખાણ ખનીજ અધિકારી આકોલકર દ્વારા મંજૂરી આપવામાં આવતી નથી અનેક વખત લીઝ ધારકે અધિકારીને રૂબરૂ મળીને જણાવેલ તેમ છતાં પણ જયાં સુધી ઠાકર નો થાળ ન ધરવામાં આવે તૈયાર સુધી ફાઇલોમાં સાઇન કરવા માટે થઈને પેન હાથમા ઉપડતી નથી.

Related posts

મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિ અંગે રાજ્યપાલ ભગતસિંહ કોશારીને મળ્યા:સંજય રાઉત

Newsgujarati

દક્ષિણ/ મધ્ય ગુજરાતમાં બારે મેઘ ખાંગા, 24 કલાકમાં વડોદરા- ડભોઈમાં 3 ઇંચ વરસાદ રસ્તાઓ તૂટીને ધોવાઈ ગયા

Newsgujarati

પાકવીમા મામલે બીજા દિવસે ખેડૂતોનું ઉપવાસ આંદોલન, બીરબલ ખીચડી બનાવી કર્યો વિરોધ

Newsgujarati