રમતો

BCCIના CEO ઈંગ્લેન્ડ જઈ ICCને આપશે જવાબ, ધોનીના ગ્લવ્સ પરથી ‘બલિદાન બૈઝ’ નહીં જ હટે

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી વર્લ્ડકપની મેચ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોનીએ પહેરેલા ગ્લવ્સને લઈને જોરદાર વિવાદ સર્જાયો છે. આ ગ્લવ્સ પર ‘બલિદાન બૈઝ’ ધારણ કરવાને લઈને મુદ્દો વધુને વધુ વિવાદ પકડી રહ્યો છે. આઈસીસીએ આ મામલે બીસીસીઆઈને ચેતવણી આપી હતી કે તે ધોનીને ગ્લવ્સ ઉતારવાનું કહે. આ મામલે બીસીસીઆઈ પણ આઈસીસીને વળતો જવાબ આપશે.

આ મામલે બીસીસીઆઈના સીઈઓ રાહુલ ચૌધરી આ મામલે આઈસીસી સમક્ષ પોતાનો પક્ષ રજુ કરવા આજે જ ઈંગ્લેન્ડ માટે રવાના થશે. જ્યાં તેઓ આઈસીસીના અધિકારીઓ સમક્ષ પોતાનો પક્ષ રજુ કરશે.

આ અગાઉ બીસીસીઆઈની પ્રશાસક કમિટીના અધ્યક્ષ વિનોદ રાયે કહ્યું છે કે, બોર્ડે આઈસીસીને પત્ર લખીને પોતાનો જવાબ આપ્યો છે. આ મામલે આઈસીસીએ આશ્વાસન આપ્યું છે કે, તે આ પત્ર પર વિચાર કરશે. આ મામલે બીસીસીઆઈના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાયનો મત છે કે બીસીસીઆઈ ધોનીને આ ગ્લવ્સ ઉતારવાનું નહીં કહે.

બીસીસીઆઈનું વલણ સ્પષ્ટ છે કે, આ મામલે અમે અમારા ખેલાડીઓ સાથે ઉભા છીએ અને ધોનીનું બલિદાન બૈઝ ના તો કોમર્શિયલ છે અને ના તો ધાર્મિક. સાથે જ તેમણે એમ પણ કહ્યું છે કે, આ ચિન્હ તેની રેજિમેન્ટનું પણ નથી. અમે તેની મંજૂરી માટે ઔપચારીક આવેદન કરીશું. આ સંદર્ભમાં જો આઈસીસી, બીસીસીઆઈના જવાબથી સંતુષ્ઠ રહે અને ભારતીય ક્રિકેટ બોર્ડ તેની મંજૂરી લઈ લે તો ધોનીના ગ્લવ્સ પર ‘બલિદાન બીઝ’ યથાવત રહેશે.

આઈસીસીના નિયમ

આ સંદર્ભમાં એ જાણવું જરૂરી છે કે, આઈસીસીના નિયમ આ મામલે શું કહે છે. આઈસીસીના નિયમ પ્રમાણે ‘આઈસીસીના કપડા પર કે અન્ય ચીજ વસ્તુઓ પર આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન રાજકારન, ધર્મ કે વંશીય ટીપ્પણીએઓ જેવા સંદેશ ના આપવા જોઈએ. જોકે તેનો વિરોધ કરનારા અનેક લોકોનું કહેવું છે કે, મેચ દરમિયાન જ્યારે નમાઝ પઢવાની છુટ છ્હે તો બલિદાન બેઝના ગ્લવ્સ કેમ ના પહેરી શકાય્?

Related posts

વર્લ્ડ કપઃ ઓવલ મેચમાં ઓસ્ટ્રેલિયા પર ભારતનો 36-રનથી વિજય

Newsgujarati

યુવરાજ સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ

Newsgujarati

IPL: પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર થતા રૈનાથી ‘હાર્યો’ રોહિત, 8 વર્ષના સફરનો અંત

Newsgujarati

ટિપ્પણી મૂકો