બ્રેકિંગ શહેર સ્થાનિક મુદ્દાઓ

જોડિયા તાલુકાના બાલંભા ગામના ફિલ્ટર પ્લાન્ટ માંથી ટેન્કરો દ્વારા પાણી ચોરીનું “કૌભાંડ”

૭ન્યુઝ ગુજરાતી બાલંભા. 21 હાલ ચોમાસાની ઋતુને ચાલુ થતા દોઢ માસ જેવો સમય લાગી જશે જ્યારે ગુજરાતમાં પાણી માટે થઈને તમામ જળાશયોના તરિયા દેખાવા મડ્યા છે ત્યારે સરકાર દ્વારા પાણી બચાવવા માટે થઈને કર કસર નો દોર ચાલુ કરવામાં આવ્યો છે અમુક કર્મચારી ની મીઠી નજર તળે પાણીનું ગેરકાયદેસર રીતે ચોરીને ઊંચા ભાવે વેચી દેવામાં આવતું હોય છે

ગેર કાયદેસર પાણી ચોરી ને “તગડા” ભાવે વેચાણ

આવો જ બનાવ જોડિયા તાલુકાના બાલંભા ગામ ની હદમાં આવતા આજી 4 ડેમ પાસે બનાવવામાં આવેલ ફિલ્ટર પ્લાન્ટ માંથી બાલંભા, રણજિતપર, માધાપર, સામપર, મોરાણા, સાત ગામના લોકોને પાણી વિતરણ કરવામાં આવે છે જયારે બીજી બાજુ ટ્રેક્ટર દ્વારા ટેન્કર લગાવી અને ગેરકાયદેસર પાણી પુરવઠા ના અધિકારીઓને અંધારામાં રાખીને પાણી ચોરી કરવામાં આવતું હોવાની હકીકત ગામના એક જાગૃત નાગરિક દ્વારા સેવન ન્યુઝ ગુજરાતી ચેનલ ને જાણ કરવામાં આવે આ અંગે તપાસનો ધમ ધમાટ કરતાં ફિલ્ટર પ્લાન્ટ અંદરથી નળી અને મોટર દ્વારા ટ્રેક્ટરમાં ટેન્કર લગાવીને ફિલ્ટર પ્લાન્ટ ખાતેથી પાણી ચોરવામાં આવતું હતું

પાણી પુરવઠા ના ઉચ્ચ અધિકારી દ્વારા તપાસના આદેશ

જે અંગે ફિલ્ટર પ્લાન્ટ ઉપર ફરજ બજાવતા કર્મચારીને પૂછેલું કે આ પાણી કોના કહેવાથી અને ક્યાં લઈ જવામાં આવે છે તો તેને જવાબ દેવામાં થથરાઈ ચૂક્યા હતા આ અંગે ટ્રેક્ટર ડ્રાઇવરને પૂછતા જણાવેલું કે આ ટ્રેક્ટર હજામચોરા ના કાળુ ભરવાડ નું છે અને અમને કાંઈ મંજૂરી બારેમા ખબર નથી અમને તો ખાલી ટ્રેક્ટર લઈને ભરવા મોકલે છે. બાદમાં પાણી પુરવઠા ના. નાયબ કાર્યપાલક ઇજનેર ભરત સોરઠીયા ને જાણ કરવામાં આવતા હાલ કોઈ ટેન્કરો દ્વારા પાણી વિતરણ કરવામાં આવતું નથી અને ભરવા દેવામાં પણ આવતા નથી તેમ છતાં પણ આવા ટેનકરો ગેરકાયદેસર રીતે ફિલ્ટર પ્લાન્ટ ના કર્મચારીની દેખરેખ નીચે ભરી દેવામાં આવતા હોઈ એ છે જે અંગે હું યોગ્ય તપાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.

દાડમની ખેતી કરનાર હરિ ભગત ના ખેતરે ગેરકાયદેસર પાણી પહોંચાડવામાં આવતું

ફિલ્ટર પ્લાન્ટ ઉપરથી ગેરકાયદેસર પાણી ના ટેન્કરો ભરીને પોતાના અંગત હિત માટે થઈને દાડમની ખેતી કરનાર હરિ ભગત ના ખેતર ઉપર આ પાણી પહોંચાડવામાં આવતું હતું જેને લઇને તપાસ કરતાં અસંખ્ય ટ્રેક્ટરો દ્વારા આ હરિ ભગત ની વાડીમાં પાણી પહોંચાડવા ના લીધે સાત ગામના લોકોને પાણી વિતરણ માં વ્યવસ્થા સર્જવામાં આવું આવી હતી જેને લઇને સ્થાનિક લોકોમાં ભારે દેકારો મચી ગયો હતો ઘણા સમયથી ચાલતું પાણી ચોરીનું કૌભાંડ આખરે પર્દાફાશ થઈ જતા બંધ કરાવી દેવામાં આવ્યું છે ઘણા સમયથી ચાલતું પાણી ચોરીનું કૌભાંડ અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ થશે એવા આશ્વાસન આપવામાં આવી રહ્યા છે જે પાણીનું વિતરણ થયું તે કોના કહેવાથી થતું હતું અને કેટલા રૂપિયામાં વેચવામાં આવતું હતું તે આવતા દિવસોમાં જ ખુલાસા સાથે કરવામાં આવશે હાલ તો ઉચ્ચ અધિકારીઓની જવાબદારીથી તપાસના આદેશ આપવામાં આવેલ છે.

Related posts

ઓપી કોહલીને વિદાય આપ્યા બાદ,ગુજરાતના નવા રાજ્યપાલ તરીકે આચાર્ય દેવવ્રત નિમાયા

Newsgujarati

સંત સદારામ બાપા પંચમહાભૂતમાં વિલિન, CM સહિત અન્ય નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

Newsgujarati

રાજકોટ શહેરમાં ટી.પી. પ્લોટમાં નાના ધંધાર્થીઓ માટે ફૂડ સ્ટ્રીટ બનાવવાનું આયોજન

Newsgujarati