સ્થાનિક મુદ્દાઓ

સંત સદારામ બાપા પંચમહાભૂતમાં વિલિન, CM સહિત અન્ય નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

બનાસકાંઠા ઠાકોર સમાજના સંત શિરોમણી સંત સદારામ બાપા લાંબી બિમારી બાદ દેવલોક પામ્યા છે ત્યારે આજે બુધવારે તેમની અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં લાખો ભક્તો તેમના અંતિમ દર્શન કરવા માટે પહોંચ્યા છે. સદારામ બાપાના અંતિમદર્શન માટે રાજકીય અગ્રણીઓ પહોંચ્યા છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ બાપુના દર્શન કરવા માટે પહોંચશે.

સંત સદારા બાપુ પછી અનુયાયી દાસબાપુને ટોટાણા આશ્રમના વિધિવત ગાદીપતી બનાવ્યા હતા. સંતો મહંતોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે દાસબાપુને ગાદી સોંપાઇ હતી. ત્યારબાદ સંત સદારામ બાપુના પાર્થીવ દેહને ભક્તોના અંતિમ દર્શન માટે આશ્રમમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં લાખો ભક્તો તેમના દર્શન માટે ઉમટ્યા હતા. સાથે સાથે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, અલ્પેશ ઠાકોર, ગેનીબેન ઠાકોર, કેબિનેટ મંત્રી દિલીપસિંહ ઠાકોર, પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ સહિતના રાજકીય અગ્રણીઓ અંતિમ દર્શન કરવા માટે પહોંચ્યા હતા. સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રી પણ સંતને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંશે.

ઉલ્લેખનીય છે કે, સંત સાદારમ બાપા પાટણની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. જોકે, મંગળવારે તેમને હોસ્પિટલમાં રજા આપવામાં આવી હતી. અને તેમને ટોટાણા ખાતે પોતાના પોતાના આશ્રમ લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમણે સાંજે અંતિમ શ્વાસ લીધા હતા. તેમની અંતિમ મુલાકાત માટે અનેક રાજકીય અગ્રણીઓ પહોંચ્યા હતા. સંત સદારામ બાપા સાંજે પરલોક સિધાવ્યા હતા. સંતના દેવલોક પામવાથી લાખો ભક્તોમાં શોકની લાગણી ફેલાઇ હતી.

Related posts

કોટડાસાંગાણી પોલીસ સ્ટેશનમાં ૪ ક્ષત્રિય લોકો સામે થયેલ ખોટી ફરિયાદ યુવા રાજપૂત સમાજ અને કરણીસેનાના કાર્યકરો કલેકટર કચેરીએ આવેદન પાઠવી

Newsgujarati

કાલે CM વિજયભાઇ રૂપાણીનો જન્મદિવસ,૧૯૦ લાભાર્થીઓને આવાસ નંબર ફાળવણી

Newsgujarati

નવસારી સૂરત નેશનલ હાઇવે પર ટેમ્પાનું ટાયર ફાટતાં 20થી 25 લોકો ને નાની-મોટી ઈજા ખાનગી હોસ્પિટલમાં સારવાર મા ખસેડ

Newsgujarati

ટિપ્પણી મૂકો